ભારતે કહ્યું - કરતારપુર ઉપર પાક કન્ફ્યૂઝ, તેમની એજન્સી અને વિદેશ મંત્રાલયમાં મતભેદ

News18 Gujarati
Updated: November 7, 2019, 6:15 PM IST
ભારતે કહ્યું - કરતારપુર ઉપર પાક કન્ફ્યૂઝ, તેમની એજન્સી અને વિદેશ મંત્રાલયમાં મતભેદ
ભારતે કહ્યું - કરતારપુર ઉપર પાક કન્ફ્યૂઝ, તેમની એજન્સી અને વિદેશ મંત્રાલયમાં મતભેદ

આ મુદ્દે ગુરુવારે ભારતના વિદેશ મંત્રાલય તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી

  • Share this:
નવી દિલ્હી : કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન 9 નવેમ્બરે થવા જઈ રહ્યું છે. જોકે પાકિસ્તાન આ મુદ્દા પર વારેઘડીયે પોતાનું વલણ બદલી રહ્યું છે. પહેલા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કહ્યું હતું કે શીખ શ્રદ્ધાળુઓને પાસપોર્ટની જરુરત રહેશે નહીં. જોકે જ્યારે ભારતે આ મુદ્દે સ્પષ્ટીકરણ માંગ્યું તો પાકિસ્તાને કહ્યું કે શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટ અનિવાર્ય રહેશે. આ મુદ્દે ગુરુવારે ભારતના વિદેશ મંત્રાલય તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે આ મુદ્દે પાકિસ્તાન કન્ફ્યૂઝ જોવા મળે છે.

રવીશ કુમારે કહ્યું હતું કે પાકિસ્તાનથી આવનાર રિપોર્ટ ભ્રમિત કરનાર છે. પહેલા તે કહે છે કે પાસપોર્ટની જરુર નથી. પછી કહે છે કે હવે જરુર પડશે. અમને લાગે છે કે તેમની એજન્સીઓ અને વિદેશ મંત્રાલય વચ્ચે ઘણા મતભેદ છે. અમે કરતારપુર કોરિડોરને લઈને એમઓયૂ કર્યા છે. જે બદલી શકાય નહીં. તે પ્રમાણે પાકિસ્તાન જનાર શ્રદ્ધાળુઓને પાસપોર્ટની જરુરત રહેશે. રવીશ કુમારે કહ્યું હતું કે અમે એ વાત સારી રીતે જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક ડોક્યુમેન્ટ સાઇન કર્યું છે. તેમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે શ્રદ્ધાળુઓએ દસ્તાવેજ લઈને આવવા પડશે. આવી રીતે સમજુતીમાં લખેલી વાતોને એકતરફી રીતે હટાવી શકાય નહીં. આ માટે બંને પક્ષોની સહમત થવું પડશે.

આ પણ વાંચો - બીજેપી પાસે બહુમત નથી, સરકારમાં શિવસેનાનો મુખ્યમંત્રી હોવો જોઈએ : સંજય રાઉત

રવીશ કુમારે કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી જાહેર કરેલ વીડિયોમાં ખાલિસ્તાની વિદ્રોહી જરનૈલ સિંહ ભિંડરાવાલને બતાવવામાં આવ્યો છે. અમે પાકિસ્તાનના આ કૃત્યની નિંદા કરીએ છીએ. અમે સખત વિરોધ નોંધાવ્યો છે. અમે પાકિસ્તાન સાથેની વાતચીતમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે અમે ભારત વિરોધી બાબતોને સહન કરીશું નહીં. અમે માંગણી કરી છે કે આ આપત્તિજનક વીડિયો અને પ્રિન્ટ મટીરિયલને તરત હટાવવામાં આવે.
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading