Home /News /india /

દેશના આગામી ચીફ જસ્ટિસ તરીકે રંજન ગોગોઈની નિમણુક, 3 ઓક્ટોબરે સંભાળશે પદ

દેશના આગામી ચીફ જસ્ટિસ તરીકે રંજન ગોગોઈની નિમણુક, 3 ઓક્ટોબરે સંભાળશે પદ

દેશના આગામી ચીફ જસ્ટિસ તરીકે રંજન ગોગોઈની નિમણુક

જસ્ટિસ ગોગોઈ વર્તમાન સીજેઆઈ દીપક મિશ્રાનું સ્થાન લેશે. જસ્ટિસ મિશ્રા 2 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યા છે

    જસ્ટિસ રંજન ગોગોઈની દેશના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે નિમણુક કરવામાં આવી છે. તે 3 ઓક્ટોબરે પોતાનું પદ સંભાળશે. જસ્ટિસ ગોગોઈ વર્તમાન સીજેઆઈ દીપક મિશ્રાનું સ્થાન લેશે. જસ્ટિસ મિશ્રા 2 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે જસ્ટિસ ગોગોઈની આગામી ચીફ જસ્ટિસ તરીકે નિમણુક કરી છે. તે 46માં ચીફ જસ્ટિસ બનશે.

    પરંપરા છે કે સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જજને ચીફ જસ્ટિસ તરીકે નિમણુક કરવામાં આવે છે. વર્તમાનમાં જસ્ટિસ મિશ્રા પછી જસ્ટિસ ગોગોઈ સૌથી વરિષ્ઠ જજ છે. જસ્ટિસ ગોગોઈ અસમના રહેવાસી છે અને તેમણે એનસીઆર પર સુનાવણી માટે સ્પેશ્યલ બેન્ચની અધ્યક્ષતા પણ કરી હતી. સુપ્રીમ કોર્ટના ઘણા મહત્વપૂર્ણ નિણર્યોમાં તે સામેલ રહ્યા છે.

    18 નવેમ્બરે 1954માં જન્મેલા જસ્ટિસ ગોગોઈએ 1978માં વકાલત શરૂ કરી હતી. તેમણે સંવૈધાનિક, ટેક્સેશન અને કંપની મામલોમાં ગુવાહાટી હાઇકોર્ટમાં લાંબા સમય સુધી વકાલત કરી હતી. તેમની 22 ફેબ્રુઆરી 2001ના રોજ ગુવાહાટી હાઇકોર્ટમાં પરમનેન્ટ જજના રૂપમાં નિમણુક કરી હતી.

    9 સપ્ટેમ્બર 2010ના રોજ જસ્ટિસ ગોગોઈની પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. 12 ફેબ્રુઆરી 2011ના રોજ તે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયધિશ બન્યા હતા. આ પછી 23 એપ્રિલ 2012ના રોજ તેમની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુક કરવામાં આવી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Chief justice, Ram Nath Kovind, Ranjan gogoi

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन