Home /News /india /BJPના સાંસદ નેપાલ સિંહનું નિવેદન, 'સેનાના જવાન છે તો મરશે જ'

BJPના સાંસદ નેપાલ સિંહનું નિવેદન, 'સેનાના જવાન છે તો મરશે જ'

    ઉત્તર પ્રદેશ: દેશની સુરક્ષા માટે સરહદ પરના જવાનો પહેરેદારી કરીને દેશની સુરક્ષા કરતા હોય છે. ત્યારે ભાજપના જ સાંસદે એવું નિવેદન આપ્યું કે જે શર્મશાર છે. 'સેનાના જવાન છે તો મરશે જ' આવું નિવેદન આપ્યું છે યુપીના સાંસદ નેપાલ સિંહે. નેપાલ સિંહે પત્રકારો સાથેની વાતચીતમાં આ નિવેદન આપ્યું છે.

    નેપાલ સિંહને પત્રકારો દ્વારા એવું પુછવામાં આવ્યું કે જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સેનાનો એક જવાન શહીદ થયો છે. ત્યારે તેનો જવાબ આપતા નેપાલ સિંહે કહ્યું કે "સેનામાં છે તો મરશે જ, એવો કોઈ દેશ બતાઓ, કે જ્યા જવાન ન મરતાં હોય, સારૂ તો એવી ડિવાઈઝ બતાઓ, જેમાં માણસ ન મરતાં હોય, એવી ચીઝો બતાઓ બંદુકની ગોળી કામ ન કરે, તો આપણે એવુ કરીએ. સેનાના જવાન છે તો મરશે જ"

    નેપાલ સિંહના આ નિવેદન પર કોંગ્રેસે નારાજગી જાહેર કરી છે અને શર્મનાક ઘટના બતાવી છે. કોંગ્રેસ પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતએ કહ્યું કે આ નિવેદન સેનાના મોરલને ડાઊન કરી શકે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ તેના આ નિવેદનની ટીકા કરે છે. અને નેપાલ સિંહના આ નિવેદનનો વિરોધ કરે છે.



    રાજપૂતે કહ્યું કે આ નિવેદન વિરૂદ્ધ પ્રધાનમંત્રીને પત્ર લખવામાં આવશે. આટલું જ નહીં જો સાંસદ મહોદય લખનઉ આવે છે તો તેનો વિરોધ કરવામાં આવશે. રામપુરમાં પણ કોંગ્રેસ કાર્યકર્તાઓએ તેના નિવાસસ્થાનની બહાર વિરોધ કરશે.

    રાજપૂતનું કહેવું છે કે સેનના જવાનો સુરક્ષા માટે નહિં પરંતુ દેશની સુરક્ષા માટે જાય છે. દેશની સુરક્ષા માટે દુશ્મનોને મારવું એ તેની પહેલી પ્રાથમિકતા હોય છે. મુશ્કેલીના સમયમાં જ સેનાના જવાનો શહીદ થાય છે.
    First published:

    Tags: Army jawan, Bjp mp, યૂપી