અમૃતસર ટ્રેન દુર્ઘટના: રામલીલામાં રાવણનો રોલ ભજવનારનું પણ મૃત્યુ

News18 Gujarati
Updated: October 20, 2018, 12:14 PM IST
અમૃતસર ટ્રેન દુર્ઘટના: રામલીલામાં રાવણનો રોલ ભજવનારનું પણ મૃત્યુ
દલબીરની ફાઇલ તસવીર

  • Share this:
અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં રામલીલામાં રાવણનો રોલ કરનારા દલબીરની પણ મોત થઇ ગઇ છે. દલબીરની મોત ટ્રેનથી કચડાઇને થઇ હતી. જે સમયે રાવણનું પુતળુ બળી રહ્યું હતું તે સમયે દલબીર પણ રેલવે ટ્રેક પર જ ઉપસ્થિત હતો.

આ દરમિયાન ટ્રેન આવી અને 60થી વધારે લોકોની સાથે દલબીરને પણ પોતાની ચપેટમાં લઇ ગઇ. દલબીર વર્ષોથી રામલીલામાં રાવણનો રોલ કરી રહ્યો હતો.

મૃતક દલબીરના પરિવારમાં તેમની પત્ની અને 8 મહિનાના બાળકને છોડી ગયા છે. દલબીરના પરિવાર પ્રમાણે આ દુર્ઘટના માટે સ્થાનિક તંત્ર જ જવાબદાર છે. તંત્ર જ લોકોને એલર્ટ કરી ન શક્યું.

દલબીરની પત્ની


દલબીર સિંહની માતા અને ભાઇને હજી માનવામાં આવતુ નથી કે તેમના ઘરનો લાડલો હવે આ દુનિયામાં નથી રહ્યો.

દલબીરના માતા
મૃતકની માતાએ સરકારને અપીલ કરી છે કે તેમની વહુને નોકરી આપવામાં આવે. દલબીરની મોતથી પરિવાર દુખમાં છે. દલબીરની પત્નીનું તો રડવાનું જ બંધ નથી થતુ.

આ પણ વાંચો: અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં મોટો ખુલાસો! ગયા વખતે અહીં થયુ ન હતુ આયોજન અને ...

આ પણ વાંચો: #AmritsarTrainAccident: દુર્ઘટના પછી કેમ આ પોસ્ટર બન્યું ચર્ચાનું કેન્દ્ર
 આ ઘટના અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે રાવણ દહનને કારણે ફટાકડા ફુટી રહ્યા હતા અને લોકો પણ ઉત્સાહમાં બૂમો પાડી રહ્યાં હતાં. જેથી ટ્રેનની વિસલ લોકોને સંભળાઇ નહીં અને ટ્રેન લોકો પર ચડી ગઇ. બીજી તરફ ડ્રાઇવરે ટ્રેનને રોકી કેમ નહીં તેને લઇને પણ રેલવે પ્રશાસન પર અનેક સવાલો થઇ રહ્યા છે. આ ટ્રેન જાલંધરથી અમૃતસર આવી રહી હતી, જે પાટા પરથી ટ્રેન પસાર થવાની હતી ત્યાં રાવણ દહનને નિહાળવા માટે આશરે 300થી વધુ લોકો એકઠા થયા હતા.

First published: October 20, 2018, 11:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading