બાબા રામદેવ: મુસ્લિમો ફોટાને મહત્વ નથી આપતા એટલે જિન્નાહના ફોટાની ચિંતા ન કરે 

બાબા રામદેવ

 • Share this:
  યોગા ગુરુ બાબા રામદેવે અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં રહેલા મોહમંદ અલી જિન્નાહના ફોટા વિશે કહ્યું કે, મુસ્લિમો ફોટો અને મૂર્તિઓને મહત્વ નથી આપતા તેથી તેમણે જિન્નાહના ફોટા વિશે બહુ ચિંતા કરવાની જરૂર નથી. બાબા રામદેવે બિહારમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું.


  તેમણે કહ્યું કે, મુસ્લિમો ચિત્રો અને મૂર્તિઓમાં વિશ્વાસ રાખતા નથી. એટલે તેમણે આ વિશે ચિંતા જ ન કરવી જોઇએ. જિન્નાહનું ભૂત પ્રકાશમાં આવ્યુ છે. પાકિસ્તાનના જનક તેના દેશ માટે સારા પણ ભારત દેશની અખંડિતતા માટે એ આદર્શ નથી.


  કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા મણીશંકર ઐયરએ મહોંમંદ અલી જિન્નાહને કાયદે આઝમ કહ્યા હતા અને વિવાદ થયો હતો. આ વિવાદ સામે કેન્દ્રિય મંત્રી મુખ્તરા અબ્બાર નકવીએ કહ્યુ હતુ કે, ઐયરનું નિવેદન કોંગ્રેસની છબી પ્રગટ કરે છે. અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વર્ષોથી લગાવેલા જિન્નાહના ફોટા વિશે ભાજપે વિવાદ ઉભો કર્યો છે. ભાજપના સાંસદ સતિષ ગૌતમે આ વિશે કુલપતિને પત્ર લખી તેને દૂર કરવા જણાવ્યુ હતું. યુનિવર્સિટીના સત્તાધીશોએ કહ્યું કે, મોંહમદ અલી જિન્નાહ યુનિવર્સિટીના સ્થાપક સભ્ય હતા અને તેઓ આજીવન સભ્ય પણ હતા.


  આ પછી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ભાજપ પ્રેરિત સંગઠનોએ માંગણી કરી હતી કે, જિન્નાહનો ફોટો અહીંથી દૂર કરવામાં આવે. આ મુદ્દો ગરમાયો છે અને વિવાદ થયો છે. આ વિવાદને કારણે યુનિવરર્સિટીએ પરીક્ષાની તારીખો પણ બદલવી પડી છે.
  Published by:Kaushal Pancholi
  First published: