આતંકીઓની ગોળી નહીં કરે અસર, જવાનોને મળશે બુલેટ પ્રૂફ જેકેટ

હલકા વજન સાથે 50 ટકા સસ્તું પણ છે

હલકા વજન સાથે 50 ટકા સસ્તું પણ છે

 • Share this:
  સેનાના જવાનોને હવે બુલેટ પ્રૂફ જેકેટ મળશે. ગ્રાહકો મામલાના મંત્રી રામવિલાસ પાસવાને (Ram vilas Paswan) કહ્યું છે કે રાષ્ટ્રીય બીઆઈએસ સ્ટાન્ડર્ડ પ્રમાણે નિર્મિત બુલેટ પ્રૂફ જેકેટ (Bullet proof Jacket) સુરક્ષિત, વજનમાં હલકું અને લગભગ 50 ટકા સસ્તું છે. આ જેકેટની નિકાસ પણ કરવામાં આવી રહી છે. બુલેટ પ્રુફ જેકેટ પર ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ) બનવાના કારણે ભારત હવે અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા ખાસ દેશોની હરોળમાં આવી ગયું છે જેમની પાસે પોતાનો રાષ્ટ્રીય માનક છે.

  રામવિલાસ પાસવાને કહ્યું હતું કે બીઆઈએસ બુલેટ પ્રૂફ જેકેટ ઉપર એક રાષ્ટ્રીય માનક તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે. આ જેકેટ દુનિયામાં સૌથી સારી ગુણવત્તાનું છે અને વજનમાં પણ હલકું છે. જે અમારા જવાનો માટે સુવિધાનજક છે. આ જેકેટોની કિંમત 50 ટકા સસ્તી છે. પરિણામ સ્વરુપ તેની વધારે માત્રામાં નિર્ણાત થઈ રહી છે. આ પ્રકારના 3.5 લાખ જેકેટ્સની માંગ છે.  10 કિલોગ્રામ સુધી છે વજન
  પાસવાને કહ્યું હતું કે આ જેકેટ બધા માપદંડો ઉપર શાનદાર છે. સુરક્ષાની સાથે આ શાનદાર ગુણવત્તાનું છે. હલકા વજન સાથે 50 ટકા સસ્તું પણ છે. આ જેકેટના વજન 5.5 કિગ્રાથી લઇને 10 કિગ્રા સુધી હોય છે. જે અન્ય જેકેટની સરખામણીએ લગભગ અડધું હોય છે અને તેમાં ત્વરિત રિલીઝ સિસ્ટમ પણ હોય છે.

  બીઆઈએસ માનકને ગૃહ મંત્રાલય અને નીતિ આયોગના નિર્દેશ પર તૈયાર કરવામાં આવ્યું છે. આ માનકોથી ભારતીય સશસ્ત્ર બળો, અર્ધસૈનિક બળો અને રાજ્ય પોલીસ બળોની લાંબા સમયથી રહેલી જરુરિયાતોને પુરા કરવાની આશા છે અને તેની ખરીદ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવામાં મદદ મળશે.

  સીઆરપીએફ, બીએસએફ, એસએસબી, સીઆઈએસએફ, એનએસજી સહિત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળોને ભારતીય માનકો પ્રમાણે બુલેટ પ્રૂફ જેકેટોની ખરીદી પ્રક્રિયા શરુ કરી દીધી છે.
  Published by:Ashish Goyal
  First published: