રામ મંદિર મામલો : મુસ્લિમ પક્ષ માને છે કે હિન્દુઓ કેસ જીતશે તો સાંપ્રદાયિક તણાવ વધશે

News18 Gujarati
Updated: October 11, 2019, 8:44 PM IST
રામ મંદિર મામલો : મુસ્લિમ પક્ષ માને છે કે હિન્દુઓ કેસ જીતશે તો સાંપ્રદાયિક તણાવ વધશે
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ પર નવેમ્બરમાં નિર્ણય આવવાનો છે

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ પર નવેમ્બરમાં નિર્ણય આવવાનો છે

  • Share this:
પ્રાંશુ મિશ્રા, લખનઉ : રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ (Ram Mandir Case) વિવાદ પર નવેમ્બરમાં નિર્ણય આવવાનો છે. 70 વર્ષ જૂની કાનૂની લડાઇ અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે. બીજી તરફ હવે મુસ્લિમ સમુદાય વચ્ચે મતભેદ સામે આવી રહ્યા છે કે મામલાને કેવી રીતે જોવામાં આવે.

અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ લેફ્ટિનેન્ટ જનરલ (rtd) જમીરુદ્દી શાહ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય સચિવ અનીસ અંસારી સહિત કેટલાક પ્રમુખ મુસ્લિમ બુદ્ધિજિવીઓના નિવેદનના એક દિવસ પછી મુસ્લિમ પક્ષે વિવાદિત ભૂમિ ઉપર પોતાનો પક્ષ રાખ્યો હતો. પર્સનલ લો બોર્ડે સ્પષ્ટ રુપથી ભલામણને ફગાવી દીધી છે.

12 ઑક્ટોબરે લખનઉમાં યોજાનારી AIMPLBની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સત્તાવાર રીતે સ્ટેન્ડ રાખવાની આશા છે કે અયોધ્યામાં 2.77 એકર વિવાદિત ભૂમિ ઉપર દાવો છોડવાનો કોઇ સવાલ જ નથી.

સુપ્રીમ કોર્ટમાં મામલાની સુનાવણી પહેલા બેઠક કરી હતી. બોર્ડના સભ્ય અને તેના પ્રવક્તા જફરયાબ જિલાનીએ ન્યૂઝ 18 સાથે વાત કરતા કહ્યું હતું કે બોર્ડ આ પ્રકારની કોઇ પણ માંગણીથી હેરાન છે. તેમણે આગળ કહ્યું હતું કે મધ્યસ્થતા વાર્તા એક ગતિરોધ તોડવામાં નિષ્ફળ રહી છે. અમે માનનીય ઉચ્ચતમ ન્યાયાલય સમક્ષ તર્ક વિશે આશ્વત છીએ અને કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.

ઇન્ડિયન મુસ્લિમ ફોર પીસે શું કહ્યું

એએમયૂના પૂર્વ કુલપતિ જમીરુદ્દીન શાહે ઇન્ડિયન મુસ્લિમ ફોર પીસના બેનર નીચે 10 ઑક્ટોબરે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે મુસ્લિમ પક્ષ કેસ જીતી જાય અને સુન્ની વફ્ફ બોર્ડને જમીનનું નુકસાન થઈ જાય, શું સંભવ હશે? તે સ્થળે એક મસ્જિદ બનાવવા માટે જ્યાં એક અસ્થાઇ મંદિર પહેલા જ અસ્તિત્વમાં છે. તેમણે આગળ કહ્યું હતું કે ભલે હિન્દુ પક્ષ કેસ જીતે પણ ભારતીય સમાજમાં કેટલાક એવા તત્વો છે જે તેનો ઉપયોગ પોતાના રાજનીતિક હિતોની સેવા માટે કરશે. જેનાથી સાંપ્રદાયિક ટેન્શન વધશે. સેવાનિવૃત્ત આઈએએસ અને પૂર્વ મુખ્ય સચિવ અનીસ અંસારીએ કહ્યું હતું કે કોર્ટે આ મુદ્દે પ્રાથમિકતા આપવી જોઈએ જેથી હિન્દુ અને મુસ્લિમ બંને ખુશ રહે અને કોઇ દળ દુખી ના થાય.
First published: October 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading