બાડમેર : કાર રેસિંગ દરમિયાન વચ્ચે આવ્યું બાઇક, અકસ્માત થતા 3 ના મોત

News18 Gujarati
Updated: September 21, 2019, 9:49 PM IST
બાડમેર : કાર રેસિંગ દરમિયાન વચ્ચે આવ્યું બાઇક, અકસ્માત થતા 3 ના મોત
બાડમેર : કાર રેસિંગ દરમિયાન વચ્ચે આવ્યું બાઇક, 3 ના મોત

અર્જુન એવોર્ડ વિજેતા રેસર ગૌરવ ગિલની કાર ટ્રેક પર બાઇક સાથે ટકરાઈ, કાર 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલી રહી હતી

  • Share this:
અર્જુન એવોર્ડ (Arjuna Award) વિજેતા રેસર ગૌરવ ગિલ (Gaurav Gill)ની કાર શનિવારે રાષ્ટ્રીય રેલી ચેમ્પિયનશિપ(national Rally Championship) દરમિયાન ટ્રેક પર આવેલા બાઇક સાથે ટકરાઈ હતી. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. ગૌરવ હાલમાં જ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ રેલી ચાલક બન્યો હતો. આ દુર્ઘટનામાં ગૌરવ ગિલને પણ ઇજા પહોંચી છે અને તે હોસ્પિટલમાં છે. આ દુર્ઘટના એફએમએસસીઆઈ ઇન્ડિયન રેલી ચેમ્પિયનશિપ 2019 (FMSCI Indian Rally Championship) ના ત્રીજા રાઉન્ડ દરમિયાન ઘટી હતી.

પ્રતિબંધિત વિસ્તારમાં આવ્યું બાઇક
અધિકારીઓના મતે આ દુર્ઘટના તે સમયે બની હતી જ્યારે રેસિંગ સ્પર્ધામાં સામેલ એક કારે હોતરડા ગામ પાસે ટ્રેક પર સામે આવી રહેલી બાઇકને ટક્કર મારી હતી. બાઇક પ્રતિબંધિત વિસ્તારમાં આવી ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે ઘટનામાં નરેન્દ્ર, તેની પત્ની પુષ્પા અને તેના પુત્ર જીતેન્દ્રનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ કાર એક કાર રેસિંગ કાફલાનો ભાગ હતી. આ સ્પર્ધાનું આયોજન હરિયાણાની કંપની મેક્સપીરિયંસ કરી રહી હતી.

આ પણ વાંચો - સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિએશનના પ્રમુખ તરીકે જયદેવ શાહની વરણી

દુર્ઘટના પછી રેલી રદ
રેસિંગ ટ્રેક પર થયેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પછી શનિવારે રેલીને રદ કરી દેવામાં આવી હતી. આઈએનઆરસીના પ્રમોટર વામ્સી મેરલાએ પીટીઆઈને કહ્યું હતું કે પ્રથમ સ્ટેજમાં ગૌરવની કાર સૌથી આગળ હતી. તે લગભગ 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલી રહી હતી. તે એક વળાંક પર મોટર સાઇકલ સાથે ટકરાઈ હતી. ગૌરવે બ્રેક લગાવી કાર રોકવાનો પ્રયત્ન કર્યો હતો પણ ઝડપના કારણે તે કશું કરી શક્યો ન હતો.
Loading...

એફએમએસસીઆઈના અધ્યક્ષ અને સ્પર્ધાના મુખ્ય કાર્યકારી અધિકારી જે.પૃથ્વીરાજે કહ્યું હતું કે બધા પ્રકારની સુરક્ષા માપદંડોનું પાલન કર્યા છતા ટ્રેક પર આ દુખદ ઘટના બની હતી. અમે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. દુખની આ ઘડીમાં મોટરસ્પોર્ટ્સ પરિવાર તેમની સાથે છે.
First published: September 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...