રાજનાથ સિંહનો પુત્ર નીરજ પિતાના હરીફને પગે લાગ્યો, થઈ રહી છે પ્રશંસા

રાજનાથ સિંહનો પુત્ર નીરજ પિતાના હરીફને પગે લાગ્યો, થઈ રહી છે પ્રશંસા

સોશિયલ મીડિયા પર રાજનાથ સિંહના નાના પુત્ર નીરજ સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે

 • Share this:
  ઉત્તર પ્રદેશની લખનઉ લોકસભા સીટ પર દિગ્ગજો વચ્ચે ચૂંટણી મુકાબલો થઈ રહ્યો છે. આ સીટ પર ભાજપે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહને ટિકિટ આપી છે તો કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને મેદાને ઉતાર્યા છે. એસપી-બીએસપી ગઠબંધને શત્રુદ્ધ સિન્હાની પત્ની પૂનમ સિન્હાનેને ટિકિટ આપી છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર રાજનાથ સિંહના સૌથી નાના પુત્ર નીરજ સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નીરજ સિંહ પોતાના પિતાના હરિફ અને કોંગ્રેસના ઉમેદવાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પગે લાગી રહ્યો છે.

  વીડિયોમાં જોવા મળે છે કે રાજનાથ સિંહનો પુત્ર નીરજ સિંહ પોતાના સમર્થકો સાથે નિકળી રહ્યો છે. ત્યારે આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ત્યાં બેઠા હોય છે. નીરજ સિંહ ત્યાં જઈને આચાર્યને પગે લાગે છે. આચાર્ય પ્રમોદ પણ ઉભા થઈને આશીર્વાદ આપે છે.

  આ પણ વાંચો - VIDEO: ખેતરોમાં લાગી આગ, સ્મૃતિ ઈરાનીએ હેન્ડપંપ ચલાવી આગ ઓલવવા કરી ગ્રામજનોની મદદ

  સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે વખાણ
  ચૂંટણીમાં એકબીજા ઉપર કરાતા પ્રહારો વચ્ચે આ વીડિયોને લોકો ખાસ મેસેજ સાથે શેર કરી રહ્યા છે. રાજનાથ સિંહના પુત્ર નીરજ સિંહના વખાણ કરવામાં આવી રહ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: