Home /News /india /

સૌરવ ગાંગુલીની જેમ ભારતીય જનતા પાર્ટી ઇલેકશનમાં સિક્સર મારશે: રાજનાથસિંહ

સૌરવ ગાંગુલીની જેમ ભારતીય જનતા પાર્ટી ઇલેકશનમાં સિક્સર મારશે: રાજનાથસિંહ

  કોલકાતા: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે(Rajnath Singh) મંગળવારે પશ્ચિમ બંગાળના(West Bengal) પશ્ચિમ મિદનાપુરમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ પ્રમુખ, સૌરવ ગાંગુલી (Saurav Ganguly) નો ઉલ્લેખ કર્યો છે. સિંહે કહ્યું કે, જેમ ગાંગુલીએ સિક્સર ફટકારી હતી, તેવી જ રીતે ભારતીય જનતા પાર્ટી રાજ્યના લોકોના ટેકાથી વિધાનસભાની ચૂંટણીમાં સિક્સર ફટકારશે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે, જ્યારે સૌરવ ગાંગુલી ક્રીઝને પાર કરશે ત્યારે એવું માનવામાં આવ્યું હતું કે, ગાંગુલી એક સિક્સર ફટકારશે. તેવી જ રીતે લોકસભામાં આપના સમર્થનની જેમ અમે ક્રીઝને પાર કરીશું અને વિધાનસભાની ચૂંટણીમાં સિક્સર ફટકારીને ભાજપની સરકાર બનાવીશું.

  મહત્વનું છે કે, થોડા સમય પહેલા સૌરવ ગાંગુલીના ભાજપમાં જોડાવાની અટકળો તીવ્ર બની હતી. જો કે ભાજપ કે સૌરવ ગાંગુલીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા નિવેદનને ચૂંટણી પહેલા સ્થાનિક લોકો સાથે જોડાવાના એક પગલા તરીકે જોઇ શકાય છે, સંરક્ષણ પ્રધાને વધુમાં કહ્યું કે, "શું તે બરાબર નથી કે પશ્ચિમ બંગાળમાં બોમ્બ બનાવવામાં આવે છે, અને રાજકીય કાર્યકરોની હત્યા કરવામાં આવે છે. જે દિવસે આપણે સરકાર બનાવીશું, અમે જોઈશું કે, કોણે એની માતાનું દૂધ પીધું છે જે બૉમ્બ બનાવે.

  મમતા બેનર્જી પર સાધ્યું નિશાન
  રાજનાથસિંહે મમતા બેનર્જીમાં પર નિશાન સાધતા કહ્યું હતું કે, હું દીદીને કહેવા માંગુ છું કે પશ્ચિમ બંગાળમાં હવે તૃષ્ટિકરણની વાત કરવામાં આવશે નહીં. રાજનાથ સિંહે કહ્યું કે, હું કહેવા માંગુ છું કે, તૃણમૂલ હવે સાફ

  અગાઉ પણ સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ સંપૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવશે. સિંહે કહ્યું કે, 2019ની લોકસભાની ચૂંટણીઓની બેઠકોએ સંકેત આપ્યો હતો કે, બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તન આવશે. બંગાળમાં મુખ્યમંત્રીનો ચહેરો નહીં હોય તો ભાજપ વંચિત રહેશે કે કેમ તે અંગેના સવાલ પર રાજનાથસિંહે કહ્યું કે, અમારી પાર્ટી લોકશાહી છે. ચૂંટાયેલા ધારાસભ્યો તેમના નેતા નક્કી કરશે.

  મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળની 294 બેઠકોની વિધાનસભાની આઠ તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીનો પ્રથમ તબક્કો 27 માર્ચથી શરૂ થશે. જ્યારે અંતિમ તબક્કો 29 એપ્રિલના રોજ યોજાશે. 2 મેના રોજ મત ગણતરી કરવામાં આવશે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Rajnath Singh, West Bengal Assembly Election, સૌરવ ગાંગુલી

  આગામી સમાચાર