રાજીવ ગાંધીની હત્યાની દોષિત નલિનીએ રાહુલનો માન્યો આભાર

CNN-News18ને પત્રો દ્વારા થયેલી વાતચીતમાં તેણે કહ્યું કે તે પોતાની દીકરીને કહેવા માંગે છે કે તે અને તેના પિતા જલ્દી ઘરે પાછા આવીશું અને તેઓ શાંતિથી રહેશે.

News18 Gujarati
Updated: September 8, 2018, 11:28 AM IST
રાજીવ ગાંધીની હત્યાની દોષિત નલિનીએ રાહુલનો માન્યો આભાર
નલિની 25 વર્ષથી જેલમાં કેદ છે.
News18 Gujarati
Updated: September 8, 2018, 11:28 AM IST
પૂર્ણિમા મુરલી

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષિત નલીની શ્રીહરનને માફી આપવા અને મુક્ત કરવા પર આપત્તિ ન દર્શાવવા અંગે તેણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આભાર માન્યો છે.

નલિની 25 વર્ષથી જેલમાં કેદ છે. CNN-News18ને પત્રો દ્વારા થયેલી વાતચીતમાં તેણે કહ્યું કે તે પોતાની દીકરીને કહેવા માંગે છે કે તે અને તેના પિતા જલ્દી ઘરે પાછા આવીશું અને તેઓ શાંતિથી રહેશે.

તે વેલ્લોરમાં મહિલાઓની વિશેષ જેલમાં બંધ છે અને ઉંમરકેદની સજા કાપી રહી છે. તે સૌથી વધારે સમય જેલમાં રહેનારી મહિલા કેદી છે. તેણે કહ્યું કે, "હું પ્રાર્થાના કરૂં છું કે કેન્દ્ર સરકાર ઉદારતા દાખવશે. મારા જીવનમાં ઘણાં દુખદ કિસ્સાઓ રહેલા છે અને હું એ દુખને ભૂલવા માંગુ છું. હું મારી બાકીની જિંદગીને પોતાની દીકરી સાથે વિતાવવા માંગુ છું."

તમિલનાડુ સરકાર પહેલા જ સંકેત આપી ચુકી છે કે જેલમાં બંધ તમામ સાત કેદીઓને મુક્ત કરવા તૈયાર છે. સુપ્રીમ કોર્ટ પહેલા જ રાજ્ય સરકારને અપાયેલ અરજીઓ પર વિચાર કરવાનું કહી ચુકી છે.

જણાવીએ કે રાહુલ ગાંધી ઘણીવાર કહી ચુક્યા છે કે તેઓ આ મામલામાંથી બહાર આવવા માંગે છે અને માફી જ સાચ્ચો રસ્તો છે. હાલમાં જ જર્મનીના પ્રવાસમાં તેઓ કહી ચુક્યા છે કે તે અને તેમની બહેન લિટ્ટે પ્રમુખ પ્રભાકરણની મોતથી ખુશ નથી.
First published: September 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...