રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલમાં 4 ટકા વેટ ઘટાડી આપી રાહત, ગુજરાતમાં કેમ નહીં?

મુખ્યમંત્રી વસુંધરાએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના વધી રહેલી કિંમતોને લઈને 10 સપ્ટેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે

News18 Gujarati
Updated: September 9, 2018, 8:54 PM IST
રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલમાં 4 ટકા વેટ ઘટાડી આપી રાહત, ગુજરાતમાં કેમ નહીં?
રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલમાં 4 ટકા વેટ ઘટાડી રાહત આપી
News18 Gujarati
Updated: September 9, 2018, 8:54 PM IST
દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા વચ્ચે રાજસ્થાન સરકારે પોતાના રાજ્યની જનતાને થોડી રાહત આપી છે. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 4 ટકા વેટનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી રાજ્યની જનતાને ભાવવધારાથી રાહત મળશે. મુખ્યમંત્રી વસુંધરાએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના વધી રહેલી કિંમતોને લઈને 10 સપ્ટેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે.

રાજસ્થાન સરકારે ભાવ ઘટાડતા એવો પણ સવાલ થાય છે કે જો રાજસ્થાન સરકાર વેટ ઘટાડી શકતી હોય તો ગુજરાત સરકાર વેટ કેમ ન ઘટાડી શકે?

મુખ્યમંત્રી વસુંધરા રાજેએ હનુમાનગઢના રાવતસરમાં રામચન્દ્ર મટોરિયાની મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઓછો કરવાની જાહેરાત કરી હતી. વસુંધરા રાજેએ કહ્યું હતું કે પેટ્રોલ પર જે 30 ટકા વેટ છે તે ઘટાડીને 26 ટકા અને ડીઝલ પર જે વેટ 22 ટકા છે તે ઘટાડી 18 ટકા કરી દીધો છે. આ કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લગભગ 2.50 રૂપિયા લીટરે ઓછા થશે. રવિવારે રાત્રે 12 કલાકેથી નવો દર અમલમાં મુકાશે.

વસુંધરા રાજેએ કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલની કિંમતો ઓછી કરતા 2 હજાર કરોડ રૂપિયાનો વિત્તીય ભાર જનહિતમાં રાજ્ય સરકાર ઉઠાવશે. અમારી સરકાર જનતાની સરકાર છે. જનતાનો અવાજ અમારા માટે ઇશ્વરનો આવાજ હોય છે. જેથી અને જનતાના આવાજ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કર્યો છે.
First published: September 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...