રાજસ્થાનની મંત્રી મમતા ભૂપેશે કહ્યું - પહેલા જાતિ માટે પછી સમાજ માટે કામ કરીશ

News18 Gujarati
Updated: January 1, 2019, 8:31 PM IST
રાજસ્થાનની મંત્રી મમતા ભૂપેશે કહ્યું - પહેલા જાતિ માટે પછી સમાજ માટે કામ કરીશ
રાજસ્થાનની મંત્રી મમતા ભૂપેશે કહ્યું - પહેલા જાતિ માટે પછી સમાજ માટે કામ કરીશ

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મમતા ભૂપેશ એક નિવેદનના કારણે વિવાદોમાં આવ્યા

  • Share this:
રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારની મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મમતા ભૂપેશ એક નિવેદનના કારણે વિવાદોમાં આવ્યા છે. રાજ્યમંત્રી મમતાએ અલવર જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પ્રથમ કામ જાતિ માટે પછી સમાજ માટે અને પછી સર્વસમાજ માટે કરીશ.

રાજ્યમંત્રી મમતા ભૂપેશ અલવર જિલ્લાના રૈણી વિસ્તારમાં આયોજીત બૈરવા દિવસ અને બૈરવા સમાજ પ્રતિભા સન્માન સમારોહમાં મુખ્ય અતિથિના રુપમાં ઉપસ્થિત રહ્યા હતા. મમતાએ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે અમારું પ્રથમ કામ જાતિ માટેપછી સમાજ માટે અને પછી સર્વસમાજ માટે રહેશે. જોકે બાદમાં તેમણે એમ કહ્યું હતું કે અમે બધા માટે કામ કરીશું.

મમતા પ્રદેશ સરકારમાં એકમાત્ર મહિલા મંત્રી છે. તેમની પાસે મહિલા અને બાળ વિકાસનો સ્વતંત્ર પ્રભાર છે. મમતાએ બીજેપીના વિક્રમ બંસીવાલને લગભગ 34 હાર મતોથી હરાવ્યા હતા. મમતા ભૂપેશ 2008માં પણ સિકરાય વિધાનસભા સીટથી ચૂંટણી જીત્યા હતા. બીજી વખત ધારાસભ્ય બનેલ મમતા સંગઠનની સક્રિય કાર્યકર્તા અને પ્રખર વક્તા છે. વર્તમાનમાં રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસની મહાસચિવ પણ છે.
First published: January 1, 2019, 8:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading