રાજસ્થાન: આન્નદદાયી શનિવારે કરાવાશે બેગ વગર 'ભાર વગરનું ભણતર'

રાજસ્થાન સરકારે મહિનાના બીજા અને ચોથા શનિવારને વિદ્યાર્થીઓ માટે 'આનંદદાયી શનિવાર'ની શરૂવાત કરી છે.

News18 Gujarati
Updated: September 10, 2018, 3:18 PM IST
રાજસ્થાન: આન્નદદાયી શનિવારે કરાવાશે બેગ વગર 'ભાર વગરનું ભણતર'
પ્રતિકાત્મક અસર
News18 Gujarati
Updated: September 10, 2018, 3:18 PM IST
રાજસ્થાન સરકારે મહિનાના બીજા અને ચોથા શનિવારને વિદ્યાર્થીઓ માટે 'આનંદદાયી શનિવાર'ની શરૂવાત કરી છે. જેમાં સરકારી સ્કૂલોના બાળકોને તે બે દિવસોમાં ક્રિએટીવ અને અલગ રીતનું ભણાવવામાં આવશે. આ બંન્ને દિવસોમાં બાળકોને સ્કૂલ બેલ લાવવાની જરૂર નહીં પડે. જેનાથી બાળકોને ઘણી ખુશી મળશે. રાજસ્થઆન સરકારનું માનવું છે કે વિદ્યાર્થીઓ માટે જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને ક્રિયાત્મક ત્રણેવના વિકાસની જરૂર છે. આમાં કોઇ એક પક્ષની ઉપેક્ષા કરીએ તો બધાને નુકસાન થાય છે. આને ધ્યાનમાં રાખતા સરકારે સ્કૂલોમાં દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારને આન્દદાયી શનિવાર તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે.

આ બંન્ને શનિવારે બાળકોને બેગ મુક્ત કરવામાં આવશે જેથી તેઓ આ સમય મસ્તી કરીને ગુજારશે. લંચ પછી બાળકોને અનેક પ્રકારની ક્રિએટીવ કરતા શીખવશે. આ નવી વસ્તુઓ શીખીને તેઓ ઘણાં ઉત્સાહિત પણ બનશે. પહેલા ધોરણથી લઇને 12માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને આ શીખવવામાં આવશે.

સરકારી સૂત્રો પ્રમાણે આ બંન્ને દિવસે સ્કૂલોમાં બાળકોને અનેક પ્રકારની એક્ટિવીટી જેવા કે વાદ-વિવાદ, કવિતા, પાઠ, વાર્તા કહેવી, પઝલસ સાઇન્ટિફીક મેજીક બતાવવા વગેરે વગેરે. આ બધી એક્ટિવીટીઝનો હેતુ બાળકોના મગજનો સર્વાંગી વિકાસ કરવાનો છે. બાળકોની સર્જનાત્મકતા વિકસાવવાની છે.
First published: September 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...