રાહુલ-પ્રિયંકાએ સોનિયા ગાંધીને આપ્યો પાયલટનો ફિડબેક, ગેહલોતને દિલ્હી બોલાવી શકે છે હાઇકમાન્ડ

News18 Gujarati
Updated: August 10, 2020, 6:38 PM IST
રાહુલ-પ્રિયંકાએ સોનિયા ગાંધીને આપ્યો પાયલટનો ફિડબેક, ગેહલોતને દિલ્હી બોલાવી શકે છે હાઇકમાન્ડ
સચિન પાયલટ સાથે મંથન પછી સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા રાહુલ અને પ્રિયંકા

સૂત્રોના મતે સચિન પાયલટે રાહુલ અને પ્રિયંકા ગાંધીને રાજસ્થાન કોંગ્રેસ સાથે ગેહલોત સરકાર વિશે ફીડબેક આપ્યો

  • Share this:
જયપુર/નવી દિલ્હી : રાજસ્થાનમાં (Rajasthan Crisis)ચાલી રહેલા રાજનીતિક સંકટ વચ્ચે સોમવારે નવો મોડ આવ્યો છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી (priyanka gandhi vadra) ફરી સક્રિય થયા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત (ashok gehlot) સામે બાગી બનેલા સચિન પાયલટે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન સચિને પોતાની નારાજગીને લઈને બધી વાત કરી છે.

રાજસ્થાનના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી સચિન પાયલટે રાહુલ ગાંધી (rahul gandhi) સાથે મુલાકાત ઉપરાંત પ્રિયંકા ગાંધી સાથે ફોન ઉપર વાતચીત કરી છે. સૂત્રોના મતે વિશ્વાસ મત પર સચિન પાયલટ (sachin pilot) અને તેમના ધારાસભ્યો સરકારના સમર્થનમાં વોટ કરશે. બીજી તરફ સચિન પાયલટ અને તેના સમર્થક ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી ના કરવાનું હાઇકમાન્ડે આશ્વાસન આપ્યું છે. આ સમજુતીની ફાઇનલ ફોર્મ્યુલા પર સોનિયા ગાંધી નિર્ણય કરશે.


આ પણ વાંચો - WWE : જિંદગીનો જંગ હારી ગયો રિંગનો બાદશાહ ‘કમાલા’, કાપવા પડ્યા હતા બંને પગ

સૂત્રોના મતે સચિન પાયલટે રાહુલ અને પ્રિયંકા ગાંધીને રાજસ્થાન કોંગ્રેસ સાથે ગેહલોત સરકાર વિશે ફીડબેક આપ્યો છે. આ સિવાય તેમણે અશોક ગેહલોતના નેતૃત્વને લઈને નારાજગી વ્યક્ત કરી છે. પાયલટે નેતૃત્વ બદલવા અને 2023ની ચૂંટણીની લઈને સ્પષ્ટ સંદેશો આપવાની માંગણી રાખી છે.

સૂત્રોના મતે સચિન પાયલટ સાથે રાહુલ અને પ્રિયંકા ગાંધીના મંથન પછી હાઇકમાન્ડ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને દિલ્હી બોલાવી શકે છે.
Published by: Ashish Goyal
First published: August 10, 2020, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading