Home /News /india /અશોક ગેહલોત રાજસ્થાનના નવા મુખ્યમંત્રી, સચિન પાયલટ ઉપ મુખ્યમંત્રી

અશોક ગેહલોત રાજસ્થાનના નવા મુખ્યમંત્રી, સચિન પાયલટ ઉપ મુખ્યમંત્રી

અશોક ગેહલોત ત્રીજી વખત રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા

અશોક ગેહલોત ત્રીજી વખત રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા

    બે-ત્રણ દિવસોની રાહ જોયા પછી આખરે રાજસ્થાનને નવા મુખ્યમંત્રી મળી ગયા છે. અશોક ગેહલોતને રાજસ્થાનના નવા સીએમ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે સચિન પાયલટને ડિપ્ટી સીએમ બનાવવામાં આવ્યા છે. આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરી સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

    અશોક ગેહલોત ત્રીજી વખત રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા છે. આ પહેલાઅશોક ગેહલોત 1998-2003 અને 2008-2013ના સમયમાં બે વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ ચાર વાર સાંસદ અને બે વાર કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ બે વાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

    આ પણ વાંચો - એકસમયે જાદૂગર હતા અશોક ગેહલોત, કડક ચા પીવાના છે શોખીન

    છેલ્લા ત્રણ દિવસમાં ઘણી મીટિંગો પછી રાજસ્થાનના મુખ્યમંત્રીનું નામ નક્કી થતું ન હતું. કારણ કે સચિન પાયલટ અને અશોક ગેહલોત બંને સીએમ પદ માટે દાવેદારી રજુ કરી રહ્યા હતા.

    સચિન પાયલટ ઉપ મુખ્યમંત્રી ઉપરાંત રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ પદે પણ રહેશે. મુખ્યમંત્રી બન્યા પછી અશોક ગેહલોતે કહ્યું હતું કે રાજસ્થાનમાં સુશાસન પર કામ કરીશું અને જનતાને કરેલા વાયદા પૂરા કરીશું.

    આ પણ વાંચો - સચિન પાયલટની લવસ્ટોરી છે હટકે, ફારુખ અબ્દુલ્લાની દિકરી સાથે કર્યા છે લગ્ન

    ઉપ મુખ્યમંત્રી તરીકે પસંદ થયા પછી સચિન પાયલટે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ધારાસભ્યોની મારી પસંદગી કરવા બદલ ધન્યવાદ કરવા માંગું છું. આ ચૂંટણીમાં જે જનાદેશ કોંગ્રેસ પાર્ટીને મળ્યો છે, તે જનતાને સંતોષ આપનારો છે. રાહુલ ગાંધીએ ત્રણેય રાજ્યોમાં બીજેપીની સરકારને બહાર કરવાનું કામ કર્યું છે. જનતાએ અમને જે જવાબદારી આપી છે તેને અમે પૂરી કરીશું. ઘોષણાપત્રમાં જે વાયદા કર્યા છે તેને તત્કાલ પ્રભાવથી લાગુ કરવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ashok Gehlot, Deputy cm, Sachin pilot, સીએમ

    विज्ञापन
    विज्ञापन