બીજેપી MLAનું વિવાદિત નિવેદન, 'ગાયની તસ્કરી કરશો તો મળશે મોત'

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 25, 2017, 5:22 PM IST
બીજેપી MLAનું વિવાદિત નિવેદન, 'ગાયની તસ્કરી કરશો તો મળશે મોત'
જ્ઞાનદેવ આહુજા વિવાદિત નિવેદનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

જ્ઞાનદેવ આહુજાએ જિલ્લામાં વધી રહેલા ગૌતસ્કરીના કેસ અને ગૌરક્ષાના નામ પર હુમલાને લઇને એક વિવાદિત નિવેદન આપ્યું છે.

  • Share this:
અલવરઃ રાજસ્થાનના અલવર જિલ્લાના રામગઢથી બીજેપીના ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાએ જિલ્લામાં વધી રહેલા ગૌતસ્કરીના કેસ અને ગૌરક્ષાના નામ પર હુમલાને લઇને એક વિવાદિત નિવેદન આપ્યું છે. મીડિયામાં ફરી રહેલા ધારાસભ્યના વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, 'જો તમે ગૌવંશની તસ્કરી કરશો અથવા તેની હત્યા કરશો તે તમે પણ આવી રીતે જ મરશો.' બીજેપીના ધારાસભ્ય અવારનવાર તેમના આવા જ વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. આ પહેલા તેમણે દિલ્હીની જેએનયૂ યુનિવર્સિટીને બળાત્કારનો અડ્ડો ગણાવી હતી. જેએનયૂમાં દરરોજ ત્રણ હજાર કોન્ડોમ મળતા હોવાની પણ વાત કરી હતી.

નોંધનીય છે કે શનિવારે પોલીસે બેરિકેડ લગાવીને ગૌતસ્કરી કરી રહેલા લોકોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તસ્કરો પોલીસ બેરિકેડ તોડીને ભાગી ગયા હતા. સ્થાનિક લોકોએ ગૌતસ્કરોની ટ્રક પર હુમલો કરી દીધો હતો અને ટ્રકમાં સવાર એક વ્યક્તિને પકડીને તેની ધોલાઈ કરી હતી. જોકે, ટ્રકમાં સવાર બે લોકો ભાગી જવામાં સફળ રહ્યા હતા.

ધારાસભ્યએ તસ્કર સાથે મારપીટ કરવાનો ઇન્કાર કર્યો છે. તેમના મતે ટ્રક પલટી જવાને કારણે વ્યક્તિને ઈજા થઈ હતી. આવી જ રીતે ગાયની તસ્કરી કરવામાં આવશે તો તેની હત્યા કરી નાખવામાં આવશે.

આહુજાએ આ પહેલા વિવાદિત નિવેદન કરતા કહ્યું હતું કે, જેએનયૂમાં દરરોજ 3,000 બિયરની બોટલ, 2,000 દારૂની બોટલ, 10 હજાર સિગારેટના ટુકડા, 4 હજાર બીડી, 50 હજાર હાડકાંના ટુકડા, 2 હજાર ચિપ્સના પેકેટ, ત્રણ હજાર ઉપયોગમાં લેવાયેલા કોન્ડોમ, 500 ગર્ભપાતના ઇન્જેક્શન મળે છે. આહુજાએ કહ્યું હતું કે કોન્ડોમ આપણી બહેનો અને પુત્રીઓ સાથે ખરાબ કામ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
First published: December 25, 2017, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading