PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી, રાજસ્થાનના BJP અધ્યક્ષે કર્યો ખુલાસો

મદનલાલ સૈનીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના શપથ ગ્રહણ સમારોહ પહેલા પ્રદેશ બીજેપી મુખ્યાલયમાં એક એવો પત્ર આવ્યો હતો

News18 Gujarati
Updated: June 3, 2019, 7:24 AM IST
PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી, રાજસ્થાનના BJP અધ્યક્ષે કર્યો ખુલાસો
PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી, રાજસ્થાનના BJP અધ્યક્ષે કર્યો ખુલાસો
News18 Gujarati
Updated: June 3, 2019, 7:24 AM IST
રાજસ્થાનના બીજેપી પ્રદેશાધ્યક્ષ મદનલાલ સૈનીએ રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી સાથે જોડાયેલ એક મોટો ખુલાસો કર્યો છે. સૈનીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના શપથ ગ્રહણ સમારોહ પહેલા પ્રદેશ બીજેપી મુખ્યાલયમાં એક એવો પત્ર આવ્યો હતો, જેમાં પીએમ મોદી ઉપર જાનલેવા હુમલાની વાત કરવામાં આવી હતી. બીજેપી પ્રદેશાધ્યક્ષ નામથી મળેલી આ ધમકી ભરેલ ચિઠ્ઠી ડાક દ્વારા બીજેપી મુખ્યાલય પહોંચી હતી. આ પત્રમાં લખ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહના દિવસે તેમની છાતીમાં ગોળી મારવામાં આવશે.

આ ચિઠ્ઠી મોકલવારે પોતાનું નામ પણ લખ્યું છે. આ ધમકી ભર્યો સંદેશો રાકેશ ટાંક અને તેના સાથી ભૈયા પારીક અને છોટા દાદાના નામથી લખવામાં આવ્યો છે. તેમાં જે સરનામું આપવામાં આવ્યું છે તે જયપુરનું છે. ચિઠ્ઠીમાં સરનામામાં લખ્યું છે કે શિવાડ એરિયા, ગણેશ કોલોની, કચ્ચા બંધા, આમેર રોડ, જયપુર.

આ પત્રમાં લખ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહના દિવસે તેમની છાતીમાં ગોળી મારવામાં આવશે.


બીજેપી પ્રદેશાધ્યક્ષ મદદલાલ સૈનીએ કહ્યું હતું કે ચિઠ્ઠી મળ્યા પછી ચિઠ્ઠી પોલીસને આપી દીધી હતી. પોલીસે તેને લઈને શું કાર્યવાહી કરી છે તેની ખબર હજુ પડી નથી. સૈનીએ જણાવ્યું છે કે પોલીસ પાસેથી માહિતી મેળવશે કે ધમકી આપનાર પર શું કાર્યવાહી કરવામાં આવી છે?
First published: June 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...