Home /News /india /રાજસ્થાનઃ કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, BJPમાંથી આવેલા સાંસદને કલાકમાં જ મળી ટિકિટ

રાજસ્થાનઃ કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, BJPમાંથી આવેલા સાંસદને કલાકમાં જ મળી ટિકિટ

અશોક ગેહલોત, રાહુલ ગાંધી, સચિન પાયલટ (ફાઇલ તસવીર)

બુધવારે બીજેપી છોડીને કોંગ્રેસમાં જોડાયેલી સાંસદ હરીશ મીણાને કોંગ્રેસે એક જ કલાકમાં દેવલી ઉનિયારાથી ટિકિટ આપી દીધી. 200માંથી 152 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત.

    જયપુરઃ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિટિની મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં 152 ઉમેદવારના નામ જાહેર કરવા પર એકમત થયો હતો. યાદી પ્રમાણે સચિન પાયલટ ટોંક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. સરદારપુરાથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણી લડશે. જ્યારે સીપી જોશી નાથદ્વારાથી ચૂંટણી લડશે. બુધવારે જ બીજેપી છોડીને કોંગ્રેસમાં જોડાયેલા સાંસદ હરીશ મીણાને કોંગ્રેસે એક જ કલાકમાં દેવલી ઉનિયારામાંથી ટિકિટ આપી છે.

    કોંગ્રેસની પ્રથમ યાદીમાં બે ધારાસભ્યની ટિકિટ કાપવામાં આવી છે. ઝાડોલના હીરાલાલ દરાંગી અને ટોડાભીમના ઘનશ્યામ મેહરને ટિકિટ નથી આપવામાં આવી. દરાંગીની જગ્યાએ ઝાડોલમાં સુનિલ બજાત જ્યારે ટોડાભીમથી પૃથ્વીરાજ મીણાને ટિકિટ આપવામાં આવી છે. બાકીની 48 બેઠક પર કોંગ્રેસ શુક્રવાર સાંજ સુધી ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે.

    આ પણ વાંચોઃ રાજસ્થાનમાં BJP MP પછી MLA પણ કોંગ્રેસમાં જોડાયા: કોંગ્રેસ ગેલમાં

    આ વખતે ઉમેદવારની યાદી તૈયાર કરવી કોંગ્રેસ માટે મોટો પડકાર હતો. ગુરુવારે સવારથી જ ઉમેદવારોના નામને લઈને સતત બેઠક ચાલી રહી હતી. આખરે મોડી રાત્રે 12:30 વાગ્યે તમામ નામ પર એકમત થયો હતો.

    આ પહેલા સચિન પાયલટે કહ્યું હતું કે ટિકિટને લઈને પાર્ટીમાં કોઈ જ મતભેદ નથી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની વિચારસરણી પ્રમાણે રાજ્યમાં યુવા, મહિલા, ખેડૂત અને સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરતા લોકોને યાદીમાં સ્થાન આપવામાં આવશે.

    કોંગ્રેસ પાર્ટી છેલ્લા પાંચ દિવસથી ઉમેદવારોના નામ જાહેર કરવાની કવાયત કરી રહી હતી. બુધવારે સાંજે સોશિયલ મીડિયામાં એક યાદી વાયરલ થઈ હતી. આ યાદીમાં 109 ઉમેદવારના નામ હતા. પાંચ પાનાની આ યાદીમાં કોંગ્રેસના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકના હસ્તક્ષર હોવાથી ટિકિટની આશા રાખી રહેલા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં હોહા મચી ગઈ હતી. જોકે, બાદમાં કોંગ્રેસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે આ આખી યાદી રદ કરી નાખી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ashok Gehlot, Bjp mp, Sachin pilot, કોંગ્રેસ, ધારાસભ્ય, ભાજપ, સાંસદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन