રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે શનિવારે ઉદયપુર આવેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુવાઓ અને બિઝનેસમેન સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન રાહુલે જીએસટી, નોટબંધી, હેલ્થ કેયર, સર્જિકલ સ્ટ્રાઇક અને મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દો પર કેન્દ્ર સરકારની ટિકા કરી હતી.
ઉદયપુરના આરસીએ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ગ્રાઉન્ડમાં 400 યુવા અને બિઝનેસમેન સાથે સંવાદ કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક જેવા સૈન્ય નિર્ણયને પણ રાજનીતિ સંપત્તિ બનાવી દીધી છે.
રાહુલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સર્જિકલ સ્ટ્રાઇકનો રાજનીતિ મુદ્દો બનાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ સેનાના અધિકાર ક્ષેત્ર (ડોમેન)માં ધુસતા તેમની સર્જિકલ સ્ટ્રાઇકને રાજનીતિક આસ્તિ (એસેટ)માં બદલી લીધી હતી, જે વાસ્તવમાં એક સૈન્ય નિર્ણય હતો. ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં સામે હાર દેખાઈ તો મોદીએ એક સૈન્યના નિર્ણયને રાજનીતિક સંપત્તિમાં ફેરવી દીધો હતો. નરેન્દ્ર મોદી સરકાર જેવી સર્જિકલ સ્ટ્રાઇક મનમોહન સરકારમાં પણ ત્રણ વખત થઈ હતી. શું તમને ખબર છે?
આ પણ વાંચો - રાહુલ ગાંધી મારા કેપ્ટન છે, તેઓ મને દરેક જગ્યાએ મોકલે છેઃ નવજોત સિદ્ધુ
કોંગ્રેસ અધ્યક્ષે આ દરમિયાન બેન્કોની એનપીએને લઈને પણ મોદી સરકારને આડે હાથે લીધી હતી. રાહુલે કહ્યું હતું કે યૂપીએ સરકારે જ્યારે મોદી જીને સરકાર સોપી તો એનપીએ 2 લાખ કરોડ રુપિયા હતા, જે ચાર વર્ષમાં વધીને 12 લાખ કરોડ રુપિયા થઈ ગઈ છે.
આ પણ વાંચો - દેશનો ખેડૂત કોઈ મફતની ગિફ્ટ નહીં, પોતાનો હક માંગી રહ્યો છે: રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે મેડિકલ ઇન્સ્યોરન્સ છે પણ હોસ્પિટલોનું ઇસ્ટ્રક્ચર નથી. જેટલા પૈસા પબ્લિક હેલ્થ કેયરમાં જવા જોઈએ કેટલા જઈ રહ્યા નથી. હિન્દુસ્તાનની સૌથી શાનદાર એજ્યુકેશન ઇન્સ્ટીટ્યૂટ સરકારી છે.