વિધાનસભા ચૂંટણી: રાજસ્થાનમાં 5 વાગ્યા સુધી 72% મતદાન, તેલંગાનામાં 3 વાગ્યા સુધી 59% વોટિંગ

હાલ રાજસ્થાનામાં બીજેપી અને તેલંગાણામાં ટીઆરએસ સત્તા પર છે.

News18 Gujarati
Updated: December 7, 2018, 5:33 PM IST
વિધાનસભા ચૂંટણી: રાજસ્થાનમાં 5 વાગ્યા સુધી 72% મતદાન, તેલંગાનામાં 3 વાગ્યા સુધી 59% વોટિંગ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની કુલ 200 સીટોમાંથી 199 સીટો માટે મતદાન થઇ રહ્યું છે.
News18 Gujarati
Updated: December 7, 2018, 5:33 PM IST
આજે 7 ડિસેમ્બરે રાજસ્થાન અને તેલંગાણામાં નવી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. હાલ રાજસ્થાનામાં બીજેપી અને તેલંગાણામાં ટીઆરએસ સત્તા પર છે. બંન્ને રાજ્યોમાં કોંગ્રેસ સત્તાધારી પાર્ટીને ટક્કર આપી રહી છે.

રાજસ્થાનની વાત કરીએ તો 199 બેઠકો પર કુલ 2274 જ્યારે તેલંગણામાં 119 બેઠકો પર કુલ 1821 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાજસ્થાનમાં 51687 જ્યારે તેલંગણમાં 32815 મતદાન મથકોની રચના કરવામાં આવી છે. રાજસ્થાનમાં 4.74 કરોડ અને તેલંગણામાં 2.80 કરોડ મતદારો પોતાના મતાધિકારો મતદાન કરી રહ્યાં છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની કુલ 200 સીટોમાંથી 199 સીટો માટે મતદાન થઇ રહ્યું છે. અહીંયા 5 વાગ્યા સુધી 72 ટકા સુધી મતદાન થયું છે. જ્યારે તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં 119 સીટો માટે મતદાન ચાલુ છે. અહીં પણ સામાન્ય માણસની સાથે એકટર્સ, પ્લેયર્સથી લઇને નેતા બધા જ મતદાનમાં ભાગ લઇ રહ્યાં છે. બપોરે 3 વાગ્યા સુધીમાં અહીં 59 ટકા વોટિંગ થયું છે.

રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે ઝાલરાપાટણ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહ ચૂંટણી લડી રહ્યાં છે. ટોંકમાં સચિન પાયલોટની સામે રાજસ્થાનના ટ્રાન્સપોર્ટ પ્રધાન અને ભાજપના ઉમેદવાર યુનુસ ખાન ચૂંટણી લડી રહ્યાં છે. મહત્વનું છે કે રાજસ્થાનમાં 51687 મતદાન મથકો પૈકી 259 મતદન મથકોમાં તમામ સ્ટાફ ગણ મહિલાઓનો રાખવામાં આવ્યો છે. રાજસ્થાનમાં નરેન્દ્ર મોદીએ 12 અને રાહુલ ગાંધીએ 9 જાહેર સભા સંબોધી હતી. રાજસ્થાનમાં એક બેઠક પર બસપાના ઉમેદવારનું મોત થતાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.

તેલંગણામાં નકસલ પ્રભાવિત 13 બેઠકો પર મતદાનનો સમય સવારે સાતથી બપોરે ચાર વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. તેલંગાણામાં ટીઆરએસની સામે કોંગ્રેસના નેતૃત્વમાં રાજ્યની ચાર વિપક્ષી પાર્ટીઓએ 'મહાકુટમી' નામનું ગઠબંધન બનાવવામાં આવ્યું છે. રાજ્યામાં બીજેપીએ પણ ઘણી મહેનત કરી છે.

રાજસ્થાનમાં હાલમાં ભાજપ પાસે 160 જ્યારે કોંગ્રેસ પાસે 25 બેઠકો છે. રાજસ્થાનમાં 1.44 લાખ જ્યારે તેલંગણામાં એક લાખ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.રાજસ્થાન, તેલંગાણા, મધ્ય પ્રદેશ, મિઝોરમ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીઓના પરિણામ એક સાથે 11 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर