છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં હાલમાં જ થયેલા નક્સલી હુમલાના ગુંજ સાંભળવા મળી રહી છે. આવા સમયે છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા યુપી કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે નક્સલીઓને લઈને એવું નિવેદન કર્યું છે, જેને લઈને વિવાદ ઉભો થઈ શકે છે. છત્તીસગઢમાં ફેલાયેલા નક્સલવાદ પર રાજ બબ્બરે કહ્યું હતું કે તે લોકો ક્રાંતિ માટે નિકળ્યા છે. તેમને રોકી શકાશે નહીં.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ દંતેવાડામાં નક્સલી હુમલામાં બે જવાન શહીદ થયા ગતા અને એક પત્રકારનું મોત થયું હતું.
પ્રદેશની રાજધાની રાયપુરમાં રાજ બબ્બરે કહ્યું હતું કે જે અભાવમાં હોય છે અને જે લોકોને તેમનો અધિકાર મળતો નથી. કેટલાક ઉપરવાળા લોકો તેમનો અધિકાર છીનવે છે તો તે પોતાના પ્રાણોની આહુતિ આપે છે. તે લોકો ક્રાંતિ માટે નિકળ્યા છે.
#WATCH Goliyon se faisle hal nahi hote.Unke sawaal ko address karna padega, aur unko darra kar, ya lalach dekar kranti ke jo log nikle huye hain unhe rok nahi sakte hain. Na idhar ki bandook se hal niklega na udhar ki, baatcheet se hal niklega:Raj Babbar in Raipur (3.11) pic.twitter.com/7A2VeA3hzk
આ પછી રાજ બબ્બરે કહ્યું હતું કે તે ખોટુ કરી રહ્યા છે. કારણ કે બંદુકથી કોઈ સમસ્યાનું સમાધાન થતું નથી. સમસ્યાનું સમાધાન વાતચીતથી થશે. બંદુકોથી નિર્ણય થતા નથી. તેમના સવાલોને અડ્રેસ કરવાથી હલ નિકળે છે. હવે તેમને ડરાવી, ફોસલાની, લાલચ આપી ક્રાંતિ માટે નિકળેલા લોકોને રોકી શકાય નહીં. નક્સલ આંદોલન અધિકારને લઈને શરૂ થયું હતું. આપણે તેમની સાથે બેસવું પડશે. જે માર્ગથી ભટકી ગયા છે તેમને ખેચીને લાવવા પડશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર