Home /News /india /India Weather Updates: જુલાઈમાં દેશમાં કેટલો થશે વરસાદ, દિલ્હીમાં ક્યાં સુધી ગરમી, IMDએ જણાવ્યું

India Weather Updates: જુલાઈમાં દેશમાં કેટલો થશે વરસાદ, દિલ્હીમાં ક્યાં સુધી ગરમી, IMDએ જણાવ્યું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શુક્રવારે છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

મોસમના બીજા ભાગ માટે વરસાદનું પૂર્વાનુમાન જુલાઇના અંતમાં કે ઓગસ્ટની શરૂઆતમાં જાહેર કરશે

નવી દિલ્હી : ભારત મોસમ વિજ્ઞાને (India Meteorological Department)ગુરુવારે કહ્યું કે દેશમાં દક્ષિણ પશ્ચિમ મોનસૂન જુલાઇમાં સામાન્ય રહેવાની સંભાવના છે. જુલાઇના પૂર્વાનુમાનમાં વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે પ્રથમ સપ્તાહમાં સારા વરસાદની સંભાવના નથી પણ મહિનાના બીજા સપ્તાહના બીજા ભાગમાં વરસાદ જોર પકડે તેવી સંભાવના છે.

મોસમ વિભાગે કહ્યું કે દેશમાં જુલાઇ 2021માં માસિક વરસાદ કુલ મળીને સામાન્ય (દીર્ઘ ગાળા દરમિયાન 94થી 106 ટકા) રહેવાની સંભાવના છે. મોસમના બીજા ભાગ માટે વરસાદનું પૂર્વાનુમાન જુલાઇના અંતમાં કે ઓગસ્ટની શરૂઆતમાં જાહેર કરશે.

આ પણ વાંચો - કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે આવો છે રાજ્ય સરકારનો પ્લાન

આગામી બે દિવસ લૂ નો કહેર યથાવત્ રહેશે

આ પહેલા ભારત મોસમ વિજ્ઞાન વિભાગે ગુરુવારે કહ્યું કે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ લૂ ની સ્થિતિ યથાવત્ રહેવાની સંભાવના છે. આ સ્થળો પર ગરમીમાં હાલ કોઇ રાહત મળશે નહીં. લૂ અને ભીષણ લૂ ની સ્થિતિ બુધવારે જમ્મુ કાશ્મીરમાં છુટપુટ સ્થાને નોંધાઇ છે.

મોસમ વિભાગે કહ્યું કે પાકિસ્તાનથી ઉત્તર પશ્ચિમ ભારત તરફ અને વાયુ મંડળના નીચેલા ભાગમાં સંભવિત શુષ્ક પછુઆ/દક્ષિણ પછુઆ પવનોના કારણે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાનસ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આગામી બે દિવસ લૂ ની પરિસ્થિતિ યથાવત્ રહેશે.
First published:

Tags: Imd forecast, India Meteorological Department, India Weather, India Weather Updates, Rainfall