દિલ્હી-એનસીઆરમાં સોમવારે સાંજે ગરમીમાં રાહત મળી હતી. કારણ કે અહીંના કેટલાક વિસ્તારોમાં સાંજે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. વરસાદના કારણે દિલ્હી-એનસીઆરના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. મોસમ વિભાગે પહેલા જ વરસાદની આગાહી વ્યક્ત કરી હતી.
વરસાદના કારણે દિલ્હીવાસીઓને ભીષણ ગરમીથી રાહત મળી છે. છેલ્લા એક સપ્તાહથી દિલ્હીમાં ધૂળ સાથે આંધી પણ જોવા મળતી હતી. જેના કારણે પ્રદુષણની માત્રા ઘણી વધી ગઈ હતી. ગત શુક્રવારે પણ દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જોકે તે સમયે લોકોને વધારે રાહત મળી ન હતી. જોકે સોમવારે પડેલા ભારે વરસાદને લોકોને વધારે રાહત થઈ છે.
હિમાચલમાં બરફવર્ષા
હિમાચલ પ્રદેશમાં પણ મોસમમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં વરસાદ અને ઊંચાણવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે. રવિવારે મનાલીનાં રોહતાંગમાં બરફવર્ષા થઈ હતી. કુલ્લૂ-મનાલી અને શિમલામાં વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને ઠંડી જેવું વાતાવરણ બન્યું છે. આ બરફવર્ષાને કારણે શિમલામાં સફરજન અને અન્ય પાકોને નુકસાન થયું છે. જોકે આવા વાતાવરણના કારણે પ્રવાસીઓની સંખ્યા વધવા લાગી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર