ભારતીય રેલવેના એક અધિકારીને લઈને રેલ મંત્રાલય અને કાર્મિક મંત્રાલય આમને-સામને આવી ગયા છે. રેલ મંત્રાલયે કાર્મિક મંત્રાલયને પત્ર લખીને આઈઆરપીએસ અધિકારી સંજીવ કુમારને રેલ સેવામાં પાછા આપવાની માંગણી કરી છે. સંજીવ કુમાર પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી અને કાર્મિક મંત્રાલય જોઈ રહેલા જીતેન્દ્ર સિંહના ઓએસડી છે.
કાર્મિક મંત્રાલયના સચિવે 28 ડિસેમ્બરે લખેલા પત્રમાં રેલવે બોર્ડના સચિવને કહ્યું હતું કે સંજીવ કુમારે www.railsamachar.com અને www.nationalwheels.comમાં એક પત્ર લખીને રેલમંત્રી અને રેલ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનું અપમાન કર્યું છે. જેથી સંજીવ કુમાર પર તત્કાલ કાર્યવાહી કરવી આવશ્યક છે. જેથી રેલ મંત્રાલયે સંજીવ કુમારને પાછા આપવાની માંગણી કરી છે જેથી તેની ઉપર કાર્યવાહી કરી શકાય.
રેલ મંત્રાલયે સંજીવ કુમારને પાછા આપવાની માંગણી કરી છે જેથી તેની ઉપર કાર્યવાહી કરી શકાય
રેલવે તરફથી મોકલાવેલ પત્રમાં લખ્યું છે કે સંજીવ કુમારે જે આર્ટિકલ લખ્યો છે તેનાથી ખોટો સંદેશ જાય છે અને આ ભારત સરકારના સચિવ સ્તરના અધિકારીઓની બુદ્ધિમત્તા પર સવાલ ઉભો કરે છે. જો તેના ઉપર કાર્યવાહી ન કરવામાં આવી તો ખોટો સંદેશો જશે અને સેવામાં કાર્યરત લોકોમાં અનુશાસનહીનતાને પ્રોત્સાહન મળશે.
ઉલ્લેખનીય છે કે સંજીવ કુમારને આ વર્ષે ઓક્ટોબરમાં જીતેન્દ્રસિંહના ઓએસડી બનાવવામાં આવ્યા હતા તે 2005ના આઈઆરપીએસ અધિકારી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર