કેમ 100 રુપિયા ખર્ચ કરી 2 રુપિયા કમાઈ રહ્યું છે રેલવે? પીયુષ ગોયલે આપ્યો જવાબ

News18 Gujarati
Updated: December 4, 2019, 6:22 PM IST
કેમ 100 રુપિયા ખર્ચ કરી 2 રુપિયા કમાઈ રહ્યું છે રેલવે? પીયુષ ગોયલે આપ્યો જવાબ
કેમ 100 રુપિયા ખર્ચ કરી 2 રુપિયા કમાઈ રહ્યું છે રેલવે? પીયુષ ગોયલે આપ્યો જવાબ

રેલમંત્રીએ કહ્યું - રેલવે સાફ-સફાઇ, ઉપનગરીય ટ્રેન ચલાવવા અને ગેજ ફેરફાર ઉપર પણ ઘણો ખર્ચ કરી રહ્યું છે

  • Share this:
નવી દિલ્હી : રેલ મંત્રી (Railay Minister) પીયુષ ગોયલે ભારતીય રેલ (Indian Railway)ના પરિચાલન ખર્ચમાં વધારા સાથે જોડાયેલ કેગ (CAG)રિપોર્ટના પૃષ્ટભૂમિ પર બુધવારે કહ્યું કે સાતમાં વેતન આયોગ (7th pay commission)ની ભલામણો લાગુ થયા પછી ખર્ચમાં વધારે વૃદ્ધિ થઈ છે. રેલમંત્રી પીયુષ ગોયલે બુધવારે લોકસભામાં આપેલા લેખિત જવાબમાં કહ્યું હતું કે સાતમું વેતન આયોગ લાગુ થયા પછી રેલવેએ કર્મચારીઓના પગાર અને પેન્શન પર 22 હજાર કરોડ રુપિયા વધારે ખર્ચ કરી રહ્યું છે. જેથી વિત્તીય સ્વાસ્થ્ય પર અસર પડી છે. ગોયલે એ પણ કહ્યું છે કે નવી લાઈનોના નિર્માણ અને સામાજિક જવાબદારીઓના આધારે લાભ વગરના વિસ્તારમાં પણ ટ્રેન ચલાવવામાં તેના ફંડનો ઘણો ભાગ ખર્ચ થાય છે.

રેલમંત્રીએ કહ્યું હતું કે રેલવે સાફ-સફાઇ, ઉપનગરીય ટ્રેન ચલાવવા અને ગેજ ફેરફાર ઉપર પણ ઘણો ખર્ચ કરી રહ્યું છે. આ બધા ખર્ચથી રેલવે ઉપર અસર પડે છે. જ્યારે આપણે આખા પિક્ચરને જોઈએ છીએ તો સાતમાં વેતન આયોગની ભલામણો લાગુ કરવી અને સામાજિક દાયિત્વ પ્રમાણે ટ્રેનોને ચલાવવાથી ઓપરેટિંગ રેશિયો એક વર્ષમાં 15 પર્સન્ટ નીચે ચાલ્યો જાય છે. રેલમંત્રીએ કહ્યું હતું કે સમય આવી ગયો છે કે આપણે સામાજિક જવાબદારી પર ખર્ચ અને લાભકારી સેક્ટર્સ માટે બજેટને અલગ કરવાની સંભાવના શોધીએ.

આ પણ વાંચો - સરકારે ઓનલાઇન દવાઓના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ, આ છે કારણ?

રેલવે 100 કમાવવા 98 રુપિયા ખર્ચ કરી છે - ઉલ્લેખનીય છે કે સંસદમાં કેગ રિપોર્ટ પ્રમાણે રેલવેનો ઓપરેટિંગ રેશિયો 2015-16માં 90.49 ટકા અને 2016-17માં 96.5 ટકા રહ્યો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતીય રેલવેનો ઓપરેટિંગ રેશિયો 2017-18માં 98.44 ટકા રહેવાનું મુખ્ય કારણ તેનો સંચાલન ખર્ચ વધવો છે.
First published: December 4, 2019, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading