#MeToo: એમ.જે. અકબરને લઈને PMના મૌન પર રાહુલે ઉઠાવ્યા સવાલ

#MeToo: અકબરને લઈને PMના મૌન પર રાહુલે ઉઠાવ્યા સવાલ

બેટી પઢાવો ઠીક છે પણ બેટીઓને બીજેપીના નેતાઓ, મંત્રીઓ અને એમએલએથી બચાવવી પડશે - રાહુલ ગાંધી

  • Share this:
    #MeToo કેમ્પેઈનમાં 12 મહિલા પત્રકારોના યૌનશોષણના આરોપ ભોગવી રહેલા વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પણ નિશાન સાધ્યું છે. મધ્ય પ્રદેશમાં રેલી કરવા પહોંચેલા રાહુલે ગાંધીએ પણ #MeTooને લઈને પીએમ મોદી અને સરકાર પર કટાક્ષ કર્યો હતો. એમજે અકબર લાગેલા સંગીન આરોપો પર પીએમ મોદીના મૌનને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બીજેપીના નેતાઓથી બેટીયોને બચાવો.

    મધ્ય પ્રદેશના શ્યોપુરમાં મંગળવારે રેલી કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે #MeTooને લઈને વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર પર એટલી મહિલાઓને ગંભીર આરોપ લગાવ્યા છે પણ આપણા પ્રધાનમંત્રીએ હજુ સુધી આ મામલે કશું કહ્યું નથી.

    રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદીજીએ ઘણો સારો નારો આપ્યો હતો. ‘બેટી બચાવો બેટી પઢાવો’. પહેલા યુપીમાં બીજેપીના એક ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લાગે છે. હવે યૌન શોષણ જેવા સંગીન આરોપમાં મોદીજીના એક મંત્રી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. પણ પ્રધાનમંત્રીના મો માંથી એક શબ્દ નિકળતો નથી.

    અબતક 12 : એમ.જે.અકબરની વધી મુશ્કેલી, વધુ એક મહિલાએ લગાવ્યો યૌનશોષણનો આરોપ

    રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લાગે છે કે ‘બેટી બચાવો બેટી પઢાવો’કેમ્પેઈન પર ફરીથી વિચાર કરવાની જરૂર છે, કારણ કે હાલની સ્થિતિમાં તો બેટી પઢાવો ઠીક છે પણ બેટીઓને બીજેપીના નેતાઓ, મંત્રીઓ અને એમએલએથી બચાવવી પડશે.

    આ પહેલા કોંગ્રેસે એમજે અકબરના રાજીનામાની પણ માંગણી કરી હતી.
    Published by:Ashish Goyal
    First published: