Home /News /india /

GDP પર બોલ્યા રાહુલ- મોદી અને જેટલીની જીનિયસ જોડીએ પાડ્યા 'ભાગલા'

GDP પર બોલ્યા રાહુલ- મોદી અને જેટલીની જીનિયસ જોડીએ પાડ્યા 'ભાગલા'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ સાથે દેશની વર્તમાન આર્થિક સ્થિતિના અમુક આંકડા પણ રજૂ કર્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ સાથે દેશની વર્તમાન આર્થિક સ્થિતિના અમુક આંકડા પણ રજૂ કર્યા હતા.

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સતત ઘટી રહેલા GDPને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકારની નીતિઓની ટીકા કરી હતી. તેમણે જીડીપીને 'ગ્રોસ ડિવિઝન પોલિટિક્સ' નામ આપ્યું હતું.

રાહુલ ગાંધીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શનિવારે કરેલા એક ટ્વિટમાં દેશની ઘટી રહેલી અર્થવ્યવસ્થા અને ઘટી રહેલા જીડીપીના રેટને લઈને સવાલ ઉઠાવ્યા હતા. ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે- નાણા મંત્રી અરુણ જેટલી મોદીના ગ્રોસ ડિવિઝન પોલિટિક્સ (GDP)ને આગળ વધારવા માટે મોટું યોગદાન આપી રહ્યા છે. રાહુલે લખ્યું -'જેટલી અને મોદીની જીનિયસ જોડીએ અર્થવ્યવસ્થાને તોડવાનું કામ કર્યું છે.'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ સાથે દેશની વર્તમાન આર્થિક સ્થિતિના અમુક આંકડા પણ રજૂ કર્યા હતા.

- નવું રોકાણઃ 13 વર્ષ (ડાઉન)
- બેંક ક્રેડિટ ગ્રોથઃ 63 વર્ષ (ડાઉન)
- જોબ ક્રિએશનઃ 8 વર્ષ (ડાઉન)
- એગ્રીકલ્ચર GVA ગ્રોથઃ 1.7% (ડાઉન)
- ફિસ્કલ ડેફિશિટઃ 8 વર્ષ
- અટકેલા પ્રોજેક્ટ્સ

સરકારે ઘટાડ્યું GDPનું અનુમાન

સરકારે વર્ષ 2017-18 માટે જીડીપીનું અનુમાન ઘટાડીને 6.5% કરી નાખ્યું છે. જ્યારે વર્ષ 2016-17માં જીડીપીનો રેટ 7.1% હતો. આની પાછળ નોટબંધી અને જીએસટીનું કારણ આગળ હાથ ધરવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2017-18 દરમિયાન પ્રતિવ્યક્તિ આવકમાં 5.3 ટકાનો વધારો થવાનો અંદાજ છે. જ્યારે ગયા વર્ષે પ્રતિવ્યક્તિ 5.7% આવક વૃદ્ધિ રહી હતી.

GVAમાં ઘટાડો

તાજેતરના આંકડા પ્રમાણે 2017-18 માટે જીવીએ એટલે કે ગ્રોથ વેલ્યૂ એડેડનું અનુમાન ઘટાડીને 6.1 ટકા કરવામાં આવ્યું છે. પહેલા આ દર 6.7 ટકા રહેવાનો અંદાજ હતો. જીડીપીમાંથી ટેક્સને ઘટાડીને જીવીએ કાઢવામાં આવે છે.

GST એટલે ગબ્બર સિંહ ટેક્સઃ રાહુલ

આ પહેલા રાહુલ ગાંધીએ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સની મજાક ઉડાવી હતી. રાહુલે જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા મરી રહી છે. નાના અને મધ્યમ વર્ગના વેપારીઓની કમર તૂટી ગઈ છે. તે દેશ ઉપર ગબ્બર સિંહ ટેક્સ થોપવા નહીં દે.
First published:

Tags: Arun Jaitely, Gabbar singh tax, GDP, Gross Divisive Politics, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन