રાહુલ ગાંધીએ ફરી આંખ મારી, આ વખતે મધ્ય પ્રદેશમાં!

News18 Gujarati
Updated: September 18, 2018, 1:58 PM IST
રાહુલ ગાંધીએ ફરી આંખ મારી, આ વખતે મધ્ય પ્રદેશમાં!
રાહુલ ગાંધીએ કેમેરાને જોઈને સ્માઇલ આપી હતી અને આંખ મારી હતી.

હાથમાં ચાનો કપ અને સમોસા ખાતાં ખાતાં રાહુલ ગાંધીએ કેમેરાને જોઈને સ્માઇલ આપી હતી અને આંખ મારી હતી.

  • Share this:
ભોપાલઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત આંખ મારીને ચર્ચામાં છે. જોકે, આ વખતે સંસદમાં નહીં પરંતુ મધ્ય પ્રદેશના સંકલ્પ યાત્રા દરમિયાન આંખ મારવાનો તેમનો વીડિયો વાયરલ થયો છે. ચૂંટણી બ્યૂંગલ ફૂંકતા રાહુલ ગાંધીએ સોમવારે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભોપાલમાં એક રોડ શો કર્યો હતો. મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં લાગેલી કોંગ્રેસ સંકલ્પ યાત્રાના નામથી આખા રાજ્યમાં રોડ શો કરી રહી છે. આ દરમિયાન મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત મોટા નેતા હાજર રહ્યા હતા.

મધ્ય પ્રદેશમાં રોડ શો દરમિયાન રાહુલ ગાંધી સુલ્તાનિયા રોડ પર પ્રસિદ્ધ ચા સ્ટોલ પર રોકાયા હતા. અહીં તમામ કાર્યકરોએ ચા અને નાસ્તાનો લાભ લીધો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી ફરી એકવાર આંખ મારતા દેખાયા હતા. હાથમાં ચાનો કપ અને સમોસા ખાતાં ખાતાં રાહુલ ગાંધીએ કેમેરાને જોઈને સ્માઇલ આપી હતી અને આંખ મારી હતી.

આ દરમિયાન રાહુલ સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના પાર્ટીના કાર્યકરો જોવા મળ્યા હતા. આ વીડિયોને ખુદ કોંગ્રેસ પાર્ટીના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સંસદ બાદ સોશિયલ મીડિયામાં ફરી એક વખત રાહુલ ગાંધીનો આંખ મારવાનો વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ બાદ સંસદમાં ભાષણ આપ્યા બાદ પોતાની જગ્યા પર બેઠાં બેઠાં જ્યોતિરાદિત્ય સિંધિયા સામે આંખ મારી હતી. આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો.
First published: September 18, 2018
વધુ વાંચો
अगली ख़बर