વીડિયો શેર કરીને રાહુલે પૂછ્યું, પ્રિય મોદીજી, આ અંગે ક્યારે બોલશો?

વીડિયો શેર કરીને રાહુલે પૂછ્યું, પ્રિય મોદીજી, આ અંગે ક્યારે બોલશો?

 • Share this:
  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ભ્રષ્ટાચાર અને અપરાધિક મામલાનો સામનો કરી રહેલા ભાજપ ઉમેદવારો અંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા સવાલ કર્યો છે કે 'કર્ણાટકના આ મોસ્ટ વોન્ટેડ લોકોના એપિસોડ' અંગે ક્યારે બોલશો.

  રાહુલે આજે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરતાં કહ્યું કે, 'પ્રિય મોદીજી, તમે ઘણી વાતો કરો છો. સમસ્યા એ છે કે તમારી કથની અને કરનીમાં મેળ નથી.'  વીડિયોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'કર્ણાટકમાં ઉમેદવારોની પસંદગી પર એક રિપોર્ટ રજૂ કરીએ છીએ. આ કર્ણાટકના મોસ્ટ વોન્ટેડ લોકોના એપિસોડ જેવું લાગે છે.'


  રાહુલે પોસ્ટ કરેલા વીડિયોમાં રેડ્ડી બંધુઓ, ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પા સહિત કુલ 11 નેતાઓ અંગે કહેવમાં આવ્યું છે જેમની પર ભ્રષ્ટાચાર અને અપરાધના મામલા નોંધાયેલા છે. જેમાં સવાલ કરવામાં આવ્યો છે કે મોદી ક્યારે બોલશે કે આવા લોકોને ઉમેદવાર કેમ બનાવ્યાં.

  નોંધનીય છે કે અત્યારે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ચરમ પર છે. 224 સીટોવાળી વિધાનસભાની ચૂંટણી માટે 12 મેના રોજ વોટ નાંખવામાં આવશે જેના પરિણામો 15 મેના રોજ આવશે.
  First published:May 05, 2018, 12:30 pm