"હું કોંગ્રેસ છું, બોલો આ કોણ છે": રાહુલના ધારદાર ટ્વીટ્સની ચર્ચા!

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : આજે સંસદમાં રાહુલ ગાંધી ફરી વળ્યા। સંસદના મંચનો ભરપૂર ઉપયોગ કર્યો અને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા, સ્પીકરે અંગત પ્રહારો ન કરવા અને દલીલની સાથે તર્ક-આંકડા-દસ્તાવેજોનો સંસદમાં રાખવા આગ્રહ કર્યો અને 1.37 કલાકે લોકસભા સ્થગિત થઇ.

  જો કે, આ પૂર્વે ગઈકાલે અને આજે રાહુલ ગાંધીએ કરેલી ટ્વીટ્સ લોકોમાં ચર્ચાનો વિષય બની. કોંગ્રેસ અને સ્વયં માટે ગઈકાલે અંગ્રેજીમાં કરેલી ટવિટનો અર્થ કૈક આ પ્રમાણે થાય છે :

  "હું એવા સૌથી અંતિમ વ્યક્તિ સાથે ઉભો છું, જેનું શોષણ થયું છે, જેને હાંસિયામાં ધકેલી દેવાયો છે કે જેની ઉપર જુલમ થયો છે. મને આ પ્રકારના કમજોર લોકોના ધર્મ, જાતિ અને તેમની માન્યતાના વિશેની બહુ ચિંતા નથી.

  હું આવા પીડિત લોકોને શોધું છું અને છાતીએ લગાડું છું. હું નફરત અને ભય દૂર કરું છું

  હું તમામ જીવિત ચીજોને પ્રેમ કરું છું. હું કોંગ્રેસ છું"

  આ સાથે જ તેમણે આજે ભાજપ અને વડાપ્રધાન મોદીને આડકતરી રીતે કરેલી ટ્વિટ્ટનો સાર કૈક આવો થાય છે :

  "હું સૌથી તાકાતવર સામે ઝુકુ છું. કોની પાસે કેટલી તાકાત, કેટલી સત્તા, કેટલું ધન છે તે મારા માટે મહત્વનું છે. હું નફરત અને ભય ફેલાવું છું જેથી હું સત્તામાં સર્વોપરી રહી શકું। હું સૌથી નબળાને પકડું છું અને તેને કચડી નાખું છું. હું સંસારના તમામ જીવિત ચીજોને એ રીતે જોઉં છું કે તે મારા કઈ રીતે કામ લાગે. બોલો હું કોણ છું ?"

  આ ટ્વીટ્સ અને સંસદના ભાષણ બાદ કોઈ આવે કે ન આવે કોંગ્રેસીઓ તો કમસેકમ રંગમાં આવી ગયા છે. જોઈએ હવે ભાજપ કેવો પલટવાર કરે છે !!!
  Published by:Vinod Zankhaliya
  First published: