Home /News /india /

PMએ અનિલ અંબાણી સાથે મળીને સેના પર કરી 'સર્જિકલ સ્ટ્રાઇક': રાહુલ ગાંધી

PMએ અનિલ અંબાણી સાથે મળીને સેના પર કરી 'સર્જિકલ સ્ટ્રાઇક': રાહુલ ગાંધી

રાહુલ ગાંધી, ફાઈલ ફોટો

રાહુલ ગાંધીએ રાફેલ સોદા પર ટ્વિટ કરીને કહ્યું છે કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ સાથે મળીને એક લાખ 30 હજાર કરોડની 'સર્જિકલ સ્ટ્રાઇક' કરી છે.

  રાફેલ સોદા અંગે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના નિવેદન પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે એકવાર ફરીથી મોદી સરકાર અને રિલાયન્સ કંપનીના માલિક અનિલ અંબાણી પર હુમલો કર્યો છે. રાહુલે કહ્યું કે તેમણે ભારતીય શહીદોનું અપમાન કર્યું છે.

  રાહુલ ગાંધીએ રાફેલ સોદા પર ટ્વિટ કરીને કહ્યું છે કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ સાથે મળીને એક લાખ 30 હજાર કરોડની 'સર્જિકલ સ્ટ્રાઇક' કરી છે. વડાપ્રધાન મોદી તમે અમારા જવાનોની શહીદીનું અપમાન કર્યું છે, તમે ભારતની આત્મા સાથે દગો કર્યો છે."

  જણાવીએ કે રાફેલ કરારમાં એક ફ્રેન્ચ મીડિયાએ પૂર્વ ફ્રાંસીસ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના હવાલેથી સનસનીખેજ ખુલાસો કરતા કહ્યું કે અરબો ડોલરના આ સોદામાં ભારત સરકારે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સને દર્સા એવિએશનને ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ નવા ખુલાસા પછી વિપક્ષને મોદી સરકાર પર નિશાનો સાધવા માટે નવી તક મળી ગઇ.  પીટીઆઈ-ભાષા પ્રમાણે ઓલાંદની ટિપ્પણી આ મામલામાં ભારત સરકારના વિચારથી અલગ છે. આની પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા શુક્રવારે રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, પૂર્વ ફ્રાંસીસી રાષ્ટ્રપતિએ આ નિવેદન ભારત સરકારે આ ખાસ સંસ્થાને રાફેલમાં દસો એવિએશનના ભાગીદાર બનાવવા માટે જોર આપ્યાની પુષ્ટી કરવામાં આવી રહી છે. પ્રવક્તાએ તે પણ કહ્યું, એકવાર ફરીથી તે વાતને જોર આપીને કહેવામાં આવી રહી છે કે આ વાણિજ્યના નિર્ણયમાં ન તો સરકાર અને ન કે ફ્રાંસીસ સરકારની કોઇ ભૂમિકા હતી.

  મહત્વનું છે કે ઓલાંદે કહ્યું હતું કે, આ ડિલનાં ઓફસેટ ભાગીદારનાં રૂપમાં એક પ્રાઇવેટ કંપનીનો પ્રસ્તાવ મોદી સરકારે કર્યો હતો. અને અમારી ફ્રાન્સની પાસે અન્ય કોઇ વિકલ્પ ન હતો. ભારતીય મીડિયામાં ઓલાંદનાં નિવેદન આવ્યાનાં થોડા સમયમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાને રાફેલ ડિલને બંધ બારણાની ડિલમાં બદલી નાંખી છે જે છડે ચોક હોવી જોઇતી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Surgical strike, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन