રાહુલ ગાંધીને આજે કોંગ્રેસ અધ્યક્ષનું પદ મળી શકે છે. પરંતુ તેમની તાજપોશી 16 ડિસેમ્બરે થશે. જો કે કોંગ્રેસ અધ્યક્ષના પદ માટે રાહુલ ગાંધી એક જ મેદાનમાં છે.
રાહુલ ગાંધીને આજે કોંગ્રેસ અધ્યક્ષનું પદ મળી શકે છે. પરંતુ તેમની તાજપોશી 16 ડિસેમ્બરે થશે. જો કે કોંગ્રેસ અધ્યક્ષના પદ માટે રાહુલ ગાંધી એક જ મેદાનમાં છે.
દિલ્લી: રાહુલ ગાંધીની કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે પસંદગી કરી લેવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ પદ માટે ફોર્મ પરત ખેંચવાનો સમય પુરો થઈ ગયો હતો. જેથી રાહુલ ગાંધીને કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. એટલે રાહુલ ગાંધી સોનિયા ગાંધીનું સ્થાન લેશે. આ પદ માટે રાહુલ સિવાય કોઈ અન્ય નેતાઓ ફોર્મ ભર્યું ન હતું. એટલે હવે રાહુલની તાજપોશી 16 ડિસેમ્બરે થશે.
16 ડિસેમ્બરે સંભાળશે પક્ષની કમાન
સંભાવના છે કે રાહુલ ગાંધી 16 ડિસેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ પદ પર કાર્યભાર સંભાળશે. રામચંદ્રનએ જણાવ્યું કે રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ નિયુક્ત કરવા માટેનું પ્રમાણ 16 ડિસેમ્બરે આપવામાં આવશે. સોનિયા ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં રાહુલ ગાંધીને પદ સોંપવામાં આવશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી સત્તાવાર રીતે 132 વર્ષ જૂની પાર્ટીની કમાન પોતાના પુત્રને 16 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે સોંપશે. જે બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ મુખ્યાલયમાં દેશભરના નેતાઓને મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર