Home /News /india /બેહરીનમાં NRIsને સંબોધન કરતા કહ્યું, દેશ સંકટમાં ,તમારી મદદ જોઈએ

બેહરીનમાં NRIsને સંબોધન કરતા કહ્યું, દેશ સંકટમાં ,તમારી મદદ જોઈએ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેહરીનમાં એનઆરઆઈને સંબોધન દરમિયાન સરકાર પર લોકોને જાતિ અને ધર્મના આધારે વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર બેરોજગાર યુવકોનો ગુસ્સો નફરતમાં બદલી રહી છે. તેમણે વિદેશમાં વસતા ભારતીઓને ધૃણા અને વિભાજનની શક્તિઓ સાથે લડવામાં મદદની અપીલ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ દરમિયાન જણાવ્યું કે, ભારત હાલ સંકટમાં છે અને વિદેશમાં વસતા ભારતીયોએ દેશની મદદ માટે અને સેવા માટે આગળ આવવું જોઈએ.

બેહરીન ખાતે ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયા ઓરિજિન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચ્યા હતાં. ત્યાં રાહુલે સંબોધનમાં જણાવ્યું કે, ભારતમાં હાલ રોજગારીની સમસ્યા સૌથી મોટી છે. દેશમાં આઠ વર્ષમાં રોજગારીનો દર સૌથી નીચો ગયો છે. હું અહીંયા તમારી મદદ માગવા માટે આવ્યો છું. એનઆરઆઈ દ્વારા દેશવાસીઓને મદદ કરવાનો આ મોટો અવસર છે. તેમણે ત્યાં વિશ્વાસ દર્શાવતા કહ્યં કે કોંગ્રેસ 2019માં ભાજપને હરાવશે કારણ કે અમારી પાસે આવું કરવાની શક્તિ અને ક્ષમતા છે. તેમણે ભાજપ પર નિશાનો સાધતા કહ્યું કે તેઓ પોતાના જ રાજ્ય ગુજરાતની ચૂંટણીમાં માંડ માંડ બચ્યા.

નોધનીય છે કે ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પિપલ ઓફ ઈન્ડિયા ઓરિજિન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં 50 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ રાહુલ ગાંધીનો આ પહેલો વિદેશ પ્રવાસ હતો. કોંગ્રેસના પરાજય અંગે પણ તેમણે નિખાલસતાથી જવાબ આપ્યા હતા. તેણે જણાવ્યું કે, હાલમાં એક નવી જ કોંગ્રેસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ નિર્માણ માટે હું તમામ લોકોનો સાથ માગવા માટે નીકળ્યો છું. મને વિશ્વાસ છે કે, ભારતને જો નવી કોંગ્રેસ પાર્ટી આપવામાં આવે તો ભાજપને સરળતાથી હરાવી શકાય તેમ છે. અમે સમગ્ર દેશને ચોક્કસ વિઝન આપવા માગીએ છીએ.
First published:

Tags: કોંગ્રેસ

विज्ञापन
विज्ञापन