કોંગ્રેસનાં 134માં સ્થાપના દિવસ પર શુક્રવારે રાહુલ ગાંધી અન્ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની વચ્ચે સારી બોન્ડીંગ દેખાઇ. ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પર વધતા વિવાદની વચ્ચે મનમોહન સિંહ સવારે 7.00 કલાકથી રેસકોર્સ સ્થિત કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યાં હતાં. જ્યાં રાહુલ ગાંધીએ તેમને કેક કાપવા બોલાવ્યાં હતાં. પછી બંન્નેએ સાથે મળીને કોંગ્રેસનાં સ્થાપના દિવસે કેક કાપી.
તે સમયે રાહુલ ગાંધીને જોઇને એવું લાગ્યું કે તેમના દિલમાં મનમોહન સિંહ માટે ઘણું સન્માન છે. ફિલ્મમાં મનમોહન સિંહને રબર સ્ટેમ્પ પ્રોજેક્ટ કરવાનો પ્રયત્ન થયો પરંતુ કોંગ્રેસનાં સ્થાપના દિવસ પર એકદમ અલગ માહોલ દેખાયો. રાહુલ ગાંધી અને મનમોહન વચ્ચે એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ ન્યૂઝ 18ને જણાવ્યું કે, 'આ બંન્ને વચ્ચેનો સંબંધ પિતા પુત્ર જેવો છે. જેમાં એકબીજા પ્રત્યે સન્માન પણ છે અને મતભેદ પણ છે.'
નોંધનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનાં કાર્યાલય પર લખવામાં આવેલી બૂક 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પર બનેલી ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ છે. ટ્રેલરમાં અનુપમ ખેર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનાં રોલમાં નજર આવે છે. આ ફિલ્મમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પણ બતાવવામાં આવ્યા છે. ફિલ્મનાં ટ્રેલર બાદ આ ફિલ્મ પર યૂથ કોંગ્રેસે આપત્તિ જતાવી છે. ખરેખરમાં ફિલ્મનાં ટ્રેલરમાં મનમોહન સિંહનાં કેરેક્ટર પર પણ દબાણ હોય તેમ જતાવવામાં આવ્યું છે. રાહુલ ગાંધીનાં કેરેક્ટર પર પણ કોંગ્રેસ યૂથ વિંગે આપત્તિ દર્શાવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર