રાહુલ ગાંધીએ મોદીની વિશ્વસનિયતા પર કર્યા સવાલ, કહ્યું- બોદું છે વિકાસનું મોડલ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 19, 2017, 2:47 PM IST
રાહુલ ગાંધીએ મોદીની વિશ્વસનિયતા પર કર્યા સવાલ, કહ્યું- બોદું છે વિકાસનું મોડલ
ગુજરાતમાં હારના બીજા દિવસે રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરી હતી

જરાત ચૂંટણીના પરિણામો આવ્યાના એક દિવસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'બીજેપીના વિકાસનું મોડલ બોદું છે.

  • Share this:
નવી દિલ્હીઃ ગુજરાત ચૂંટણીના પરિણામો આવ્યાના એક દિવસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'બીજેપીના વિકાસનું મોડલ બોદું છે. જ્યારે અમે ગુજરાત ગયા હતા ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ ચૂંટણી જીતી નહીં શકે. ત્રણ મહિના કોંગ્રેસના નેતાઓએ મહેનત કરી, જેની અસર જોવા મળી છે.'

'ચૂંટણી પરિણામો આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વિકાસની જીત છે. જોકે, આ ખૂબ અજુગતું છે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ક્યારેય વિકાસ, જીએસટી અને નોટબંધીની વાત કરી ન હતી. આ વાત મોદીની વિશ્વસનિયતા પર સવાલ ઉભા કરી રહી છે. કારણ કે તેઓ જે કહે છે તે તેમના સંગઠનને અપીલ કરે છે, આખા દેશને નહીં. મોદીએ સતત ભ્રષ્ટાચારની વાત કરી. પરંતુ અમિત શાહના પુત્ર અને રાફેલ પર કોઈ વાત ન કરી. આ વાત તેમની સામે સવાલ ઉભા કરે છે.'

રાહુલે કહ્યું કે, નરેન્દ્ર મોદીનું જે મોડલ છે તેને ગુજરાતના લોકો માનતા નથી. આ પ્રોપગ્રેન્ડા બહું સારો છે. મોદી આ અંગે સવાલોના જવાબ નથી આપતા. રાહુલ કહ્યું, 'અમારા માટે પરિણામ સારું રહ્યું. જીતી શકતા હતા પરંતુ હારી ગયા. ત્રણ મહિનામાં ગુજરાત અને તેના લોકોએ મને ઘણું શીખવ્યું. પક્ષ કે વિપક્ષની લડાઈમાં જેટલો ગુસ્સો હોય, પૈસા હોય કે પછી તાકાત હોય તમે તેને પ્રેમ અને ભાઈચારાથી હરાવી શકો છે. ગુજરાતે મોદી અને બીજેપીને એક સંદેશ આપ્યો છે કે આ ગુસ્સો તમને કામ નહીં આવે. તમારા ગુસ્સાને પ્રેમ હરાવી દેશે.' રાહુલે ભાષણના અંતમાં ગુજરાત અને હિમાચાલના લોકોનો આભાર માન્યો હતો.
First published: December 19, 2017, 2:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading