નવી દિલ્લી: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ બનવા માટે ઉમેદવારીપત ભર્યુ. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં.
ઉમેદવારીપત્ર ભરતી વખતે સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પ્રસ્તાવક રહ્યાં. આ સાથે જ ગુલાબ નબી આઝાદ, એ.કે.એન્ટની,પી.ચિદમ્બરમ, સુશીલ કુમાર શિંદે, અહેમદ પટેલ અને કોંગ્રેસ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ પ્રસ્તાવક તરીકે સહી કરી
નેહરુ-ગાંધી પરિવારના કોંગ્રેસ અધ્યક્ષ
નામ---- -----------------વર્ષ
મોતીલાલ નેહરુ ---- ----1919
જવાહરલાલ નેહરુ------1929-30, 1936-37, 1951-54
ઇંદિરા ગાંધી------------1959,1978-1984
રાજીવ ગાંધી------------1985-1991
સોનિયા ગાંધી----------1998થી અત્યાર સુધી
સોમવારે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી અધિકારી મૂલ્લાપલ્લી રામચંદ્રનના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઇ ફોર્મ દાખલ કરવામાં આવ્યું નથી. એટલે કે ચૂંટણી મેદાનમાં માત્ર રાહુલ ગાંધી એક માત્ર ઉમેદવાર છે. રાહુલ ગાંધી સોનિયા ગાંધીના ઉત્તરાધિકારી બનશે. મહત્વનું છે કે સોનિયા ગાંધી 19 વર્ષથી આ પદ પર છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly Election2017, Congress president, Gujarat Election 2017, Nomination, રાહુલ ગાંધી