‘ગડકરી, સુષ્મા, જેટલી CBI ચીફને હટાવવા માંગતા ન હતા, તો પીએમને આટલી ઉતાવળ કેમ હતી’

News18 Gujarati
Updated: January 13, 2019, 8:48 PM IST
‘ગડકરી, સુષ્મા, જેટલી CBI ચીફને હટાવવા માંગતા ન હતા, તો પીએમને આટલી ઉતાવળ કેમ હતી’
‘CBI ચીફને હટાવવા માંગતા ન હતા ગડકરી, સુષ્મા, જેટલી, તો પીએમને આટલી ઉતાવળ કેમ હતી’

રાહુલ ગાંધીએ ન્યૂઝ 18 ઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે તમે મને જણાવો કે સીબીઆઈ ચીફને બે વખત હટાવવાની ઉતાવળ કેમ હતી?

  • Share this:
કોંગ્રેસ પાર્ટી ફરી એક વખત સીબીઆઈના પૂર્વ પ્રમુખ આલોક વર્માના બચાવમાં ઉતરી આવી છે. આ મામલાને લઈને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કર્યો હતો.

રાહુલ ગાંધીએ ન્યૂઝ 18 ઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે તમે મને જણાવો કે સીબીઆઈ ચીફને બે વખત હટાવવાની ઉતાવળ કેમ હતી? શું ઉતાવળ હતી કે એક વખત રાત્રે 1.30 કલાકે પીએમ લખી રહ્યા છે કે તેમને જલ્દી હટાવો. પછી સુપ્રીમ કોર્ટ કહે છે કે તેમને પાછા લાવો. આ નિર્ણયના થોડા કલાકો પછી પ્રધાનમંત્રી કહે છે કે સીબીઆઈ ચીફને ફરીથી કાઢો. તેનું શું કારણ હોઈ શકે છે?

આ સાથે તેમણે કહ્યું હતુંકે સરકારમાં કોઈ અન્ય નથી કહેતું કે સીબીઆઈ ચીફને હટાવો. ગડકરી જી, સુષ્મા જી, અરુણ જેટલી જી નથી કહેતા ફક્ત નરેન્દ્ર મોદી જી જ કહી રહ્યા છે કે ભૈયા આમને હટાવો.

આ પણ વાંચો - સપા-બસપા ગઠબંધન પર બોલ્યા રાહુલ ગાંધી, 'તેઓએ કોંગ્રેસને ઓછી આંકી'

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આખો દેશ જાણે છે કે સીબીઆઈ ચીફ રાફેલ પર તપાસ કરવા જઈ રહ્યા હતા. તેમની ઉપર દબાણ કરવામાં આવતું હતું. જ્યારે તેમણે ઇન્કવાયરીનું કામ શરુ કર્યું તો નરેન્દ્ર મોદીએ તેમને હટાવી દીધા. હવે કેમ હટાવ્યા તેનો જવાબ તો રાહુલ ગાંધી ન આપી શકે, તેનો જવાબ તો નરેન્દ્ર મોદીએ આપવો પડશે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે વાત સ્પષ્ટ છે, એચએએલ હવાઇ જહાજ બનાવવાનું જાણે છે. 70 વર્ષથી જહાજ બનાવી રહી છે. અનિલ અંબાણી હવાઈ જહાજ બનાવવાનું જાણતા નથી. ખબર નથી કે તેમને 30 હજાર કરોડનો કોન્ટ્રાક્ટ પ્રધાનમંત્રી મોદીએ કેવી રીતે આપી દીધો? રાહુલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મેરિટની વાત કરે છે, નામદારની વાત કરે છે. તમે બતાવો અનિલ અંબાણીમાં શું મેરિટ છે? હવાઈ જહાજ બનાવવા વિશે શું જાણે છે? HALને કેમ ન આપ્યો.રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થા ખરાબ છે. કોઈપણ નાના દુકાનદારને તમે પુછો, ઇજ ઓફ ડૂઈંગ બિઝનેસની વાત કરો, મતલબ મજાક બનાવી રાખ્યું છે. કોઈ દુકાનદારને પુછો તે હાથ જોડીને કહે છે કે પહેલા નરેન્દ્ર મોદીને હટાવો, આ જ હિન્દુસ્તાનની સચ્ચાઈ છે.
First published: January 13, 2019, 8:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading