Home /News /india /

દેશનો ખેડૂત કોઈ મફતની ગિફ્ટ નહીં, પોતાનો હક માંગી રહ્યો છે: રાહુલ ગાંધી

દેશનો ખેડૂત કોઈ મફતની ગિફ્ટ નહીં, પોતાનો હક માંગી રહ્યો છે: રાહુલ ગાંધી

દેશનો ખેડૂત કોઈ મફતની ગિફ્ટ નહીં, પોતાનો હક માંગી રહ્યો છે: રાહુલ ગાંધી

દેવા માફી અને ન્યુનતમ સમર્થન મૂલ્યમાં વધારાની માંગણી સાથે દેશભરના ખેડૂતો દિલ્હીના જતંર મંતર પહોંચ્યા

    દેવા માફી અને ન્યુનતમ સમર્થન મૂલ્યમાં વધારાની માંગણી સાથે દેશભરના ખેડૂતો દિલ્હીના જતંર મંતર પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કિશાન માર્ચને સંબોઘિત કરી હતી. સંબોધન કરતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યો હતો. રાહુલે મોદી સરકાર ખેડૂત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો.

    રાહુલે કહ્યું હતું કે દેશનો ખેડૂત સરકાર પાસે કોઈ ભેટ કે ગિફ્ટ માંગચો નથી પણ તેનો હક માગી રહ્યો છે. સરકાર બદલાવી પડે તો બદલાવી નાખો, પીએમ બદલવા પડે તો બદલાવી નાખો. ખેડૂતો હવે પોતાનું અપમાન સહન કરશે નહીં.

    રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું તમને બધાને હિન્દુસ્તાનના ખેડૂતોને આશ્વાસન આપવા માંગું છું કે ગભરાશો નહીં, અમે તમારી સાથે છીએ. તમે દેશને ભોજન આપો છો. અમે તમને તમારા હક જરુરથી આપીશું. હું તમારા બધાનો દિલથી ધન્યવાદ કરવા માંગું છું.

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે બીજેપી સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું પાછું લે અને સ્વામીનાથન કમિશનના રિપોર્ટની ભલામણો લાગુ કરે, નહીંતર ફક્ત પાંચ મહિના રહ્યા છે. અહીં હાજર રહેલા ખેડૂતો કયામત લાવી દેશે. બીજેપીની ફસલ વીમા યોજના, વીમા યોજના નથી પણ બીજેપીની કિશાન ડાકા યોજના છે.

    સીપીઆઈ (એમ)પ્રમુખ સીતારામ યેચુરીએ કહ્યું હતું કે બીજેપી, મોદી અને આરએસએસ પાસે ફક્ત રામ મંદિરનો મુદ્દો છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમણે રામ-રામના રાગ શરુ કરી દીધો છે.

    નોંધનીય છે કે 200થી વધુ ખેડૂત સંગઠનોનાં એકછત્રી સંગઠન અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિનાં નેજા હેઠળ રાજધાની દિલ્હીમાં 29-30 નવેમ્બરના રોજ બે દિવસીય કિસાન મુક્તિમાર્ચનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા ગુજરાત, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ સહિત દેશભરમાંથી આવેલા હજારો ખેડૂતોએ ગુરુવારે દિલ્હીની સરહદ પર આવેલાં પાંચ સ્થળોએથી રામલીલા મેદાન તરફ મહાકાય રેલીઓ કાઢી હતી.

    આ પણ વાંચો - પાક.ના વિદેશ મંત્રીએ કહ્યું- કરતારપુર પર ઈમરાને 'ગુગલી' ફેંકી અને ફસાઈ ગયું ભારત

    ખેડૂતોની મુખ્ય માંગણીઓ
    - ખેડૂતોનું દેવું પુરેપુરું માફ કરવામાં આવે
    - પાકના દોઢ ગણા ભાવ ચુકવવામાં આવે
    - સ્વામીનાથન કમિટીના રીપોર્ટને સંપુર્ણપણ લાગુ પાડવામાં આવે
    - ખેડૂતોને પેન્શન આપવામાં આવે
    - સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Farmers Protest, Farmers’ protest in Delhi, અરવિંદ કેજરીવાલ, દિલ્હી, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन