Home /News /india /CBI મામલે પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી સહિત ઘણાં કોંગ્રેસી નેતાઓની ધરપકડ

CBI મામલે પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી સહિત ઘણાં કોંગ્રેસી નેતાઓની ધરપકડ

રાહુલ ગાંધી સહિત ઘણાં કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

રાહુલ ગાંધી સહિત ઘણાં કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

    સીબીઆઇ અધિકારીઓને રજા પર મોકલવા અંગે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ગરમાઇ રહ્યું છે. તાજા જાણકારી પ્રમાણે રાહુલ ગાંધી સહિત ઘણાં કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સાથે અશોક ગહલોત, પ્રમોદ તિવારી સહીતના કોંગ્રેસના મોટા નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

    આ પણ વાંચો: CBIના કાર્યકારી ચીફ નાગેશ્વર રાવ નીતિવિષયક નિર્ણય નહીં લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ

    જ્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈ પ્રમુખ આલોક વર્માની અરજી પર સુનાવણી થઇ. સીજેઆઈ રંજન ગોગાઇની અધ્યક્ષતાવાળી બેંચે સીવીસીને બે સપ્તાહમાં તપાસ પુરી કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત અંતરિમ નિદેશક નાગેશ્વર રાવ કોઇપણ નીતિગત નિર્ણય લઇ નથી શક્યા.

    આ પણ વાંચો : CBIની હાલક ડોલક નાવડીને સંભાળનારા નાગેશ્વર રાવ કોણ છે?

    રાહુલ ગાંધીના આગેવાનીમાં કોંગ્રેસની આ માર્ચ દયાલ સિંહ કોલેજથી શરૂ થઇ હતી અને સીબીઆઈ ઓફીસ સુધી ચાલી.

    લોધી પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી


    આ વિરોધ પ્રદર્શનમાં વિપક્ષી પાર્ટીઓના ઘણાં નેતાઓ પણ હાજર રહ્યાં હતાં. જેમાં શરદ યાદવ, ડી. રાજા, તૃણમુલ અને કોંગ્રેસના નેતાઓ પણ સામેલ હતાં.

    સીબીઆઈ ઓફિસની બહાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કડક શબ્દોમાં હુમલા કર્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસ ચોકીદારને ચોરી નહીં કરવા દે.


    નોંધનીય છે કે આલોક વર્માએ કેન્દ્રએ પોતાને રજા પર મોકલવાના નિર્ણય પર અરજી કરી હતી. જ્યારે બીજી તરફ રાકેશ અસ્થાનાને પણ રજા પર મોકલવા સામે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે



    આની સાથે જ કોંગ્રેસે આ આખા પ્રકરણને અસંવૈધાનિક ગણાવ્યો છે. કોંગ્રેસ આજે સીબીઆઈ મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી હતી. જેના કારણે સીબીઆઈ મુખ્યાલયની બહાર સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી.

    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Alok Verma, Rakesh Asthana, રાહુલ ગાંધી, સીબીઆઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन