સોમવારે કોંગ્રેસના બુથ કાર્યક્રમમાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ આતંકી મસૂદ અઝહરને સન્માન આપતા તેના નામની પાછળ ‘જી’શબ્દોનો ઉપયોગ કર્યો હતો. રાહુલ ગાંધીએ જૈશ એ મોહમ્મદના ચીફને મસૂદ અઝહર જી કહીને બોલાવ્યો હતો. રાહુલ ગાંધીનો આ વીડિયો મોદી સરકારની મંત્રી સ્મૃતિ ઇરાનીએ પોસ્ટ કર્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી. સ્મૃતિ ઇરાનીએ રાહુલનો આ વીડિયો ટ્વિટ કરીને લખ્યું હતું કે રાહુલ ગાંધી અને પાકિસ્તાન વચ્ચે શું સમાનતા છે? તેમને આતંકીઓ માટે પ્રેમ છે. કૃપા કરીને આતંકવાદી મસૂદ અઝહર માટે રાહુલ જી ની શ્રદ્ધા ઉપર ધ્યાન આપે.
રાહુલ ગાંધી આ નિવેદન પછી સોશિયલ મીડિયા ઉપર ઘણા ટ્રોલ થયા હતા અને ટ્વિટર ઉપર ટ્રેન્ડ થયું હતું. કોંગ્રેસના નેતાઓએ આતંકવાદીના નામ આગળ ‘જી’લગાવ્યો હોય તેવો પ્રથમ બનાવ નથી. દિગ્વિજય સિંહે 2013માં લશ્કરના ચીફ હાફિઝ સઈદના નામ આગળ સાહેબ લગાવ્યું હતું. જેના કારણે કોંગ્રેસે શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર