રાફેદ વિવાદઃ રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદી પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ

News18 Gujarati
Updated: October 11, 2018, 2:47 PM IST
રાફેદ વિવાદઃ રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદી પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

રાહુલ ગાંધીએ રક્ષા મંત્રી નિર્મલા સિતારામનની યાત્રા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, તેઓ અચાનક ફ્રાંસની યાત્રા પર શા માટે ગયા. આમાં ઇરજન્સી જેવી વાત શું હતી?

  • Share this:
નવી દિલ્હીઃ રાફેડ ડીલ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરીને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યા છે. રાહુલે કેન્દ્ર સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે ડીલમાં સામેલ એક અધિકારીએ પણ ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિના ભાષણને યોગ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાફેદ સોદો સીધી રીતે ભ્રષ્ટાચારનો મુદ્દો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂપ છે. રાહુલે કહ્યું કે જો વડાપ્રધાન મોદી આ મુદ્દે પોતાનો જવાબ રજૂ ન કરી શકતા હોય તો રાજીનામું આપી દે. રાહુલે રક્ષા મંત્રી નિર્મલા સિતારામનની યાત્રા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, તેઓ અચાનક ફ્રાંસની યાત્રા પર શા માટે ગયા. આમાં ઇરજન્સી જેવી વાત શું હતી?

રાહુલે કહ્યું કે દસો એવિએશન સાથે અનેક પ્રકારના કરાર થયા છે. દસો એ જ કહેશે જે ભારત સરકાર તેને બોલવા માટે કહેશે. દસોના આંતરિક દસ્તાવેજોમાં પણ લખ્યું છે કે ખામીઓને ભર્યા વગર આ ડીલને પુરી કરી શકાય તેમ નથી.

કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર પ્રત્યેક વિમાન રૂ. 1670 કરોડ રૂપિયામાં ખરીદી રહી છે. જ્યારે યુપીએ સરકારે પ્રતિ વિમાનની રૂ. 526 કરોડ કિંમત નક્કી કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે કે સરકારી એરસ્પેસ કંપની એચએએલને આ સોદામાં શા માટે સામેલ ન કરવામાં ન આવી.

કોંગ્રેસે એ વાત પર પણ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે કે વિમાનની કિંમત રૂ. 526 કરોડથી વધીને રૂ. 1670 કરોડ કેવી રીતે થઈ ગઈ? આ મામલે સરકારે ભારત અને ફ્રાંસ વચ્ચે 2008ના વર્ષમાં થયેલા એક કરારનો હવાલો આપીને માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે.
First published: October 11, 2018, 2:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading