રાફેલ પર એર ચીફ માર્શલ બોલ્યા- 'ફાયદાનો સોદો, આ વિમાનો નિર્ણાયક સાબિત થશે'

રાફેલ (ફાઇલ તસવીર)

વાયુસેના પ્રમુખ બી એસ ઘનોઆએ રાફેલ વિમાન સોદા અંગે કહ્યું છે કે રાફેલ ખૂબ સારા વિમાન છે, જ્યારે તે ઉપમહાખંડમાં જશે ત્યારે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

 • Share this:
  નવી દિલ્હીઃ વાયુસેના પ્રમુખ બી એસ ઘનોઆએ રાફેલ વિમાન સોદા અંગે કહ્યું છે કે રાફેલ ખૂબ સારા વિમાન છે, જ્યારે તે ઉપમહાખંડમાં જશે ત્યારે ખૂબ ફાયદાકારક સાબિત થશે. વાયુસેનાના પ્રમુખે કહ્યું કે અમને ખૂબ સારું પેકેજ મળ્યું છે. આપણને આ સોદાથી ખૂબ ફાયદો થયો છે.

  દસોલ્ટ એવિએશનને ધ ઓફસેટ પાર્ટનરની પસંદગી કરી હતી. આ આખી પ્રક્રિયામાં સરકાર કે એરફોર્સનો કોઈ રોલ ન હતો. આ પહેલા ધનોઆએ કહ્યું હતું કે રાફેલને કારણે ભારતીય સેના વધારે મજબૂત થશે. તેમણે નરેન્દ્ર મોદી સરકારનું સમર્થન કરતા કહ્યું કે, રાફેલ અને એસ-400 આપીને સરકારે ભારતીય વાયુસેનાની તાકાત વધારે રહી છે. આને કારણે નુકસાન પણ ભરપાઈ થઈ શકશે.

  રાફેલ બે એન્જિન ધરાવતું ફ્રાંસનું લડાકૂ વિમાન છે. આ વિમાનનું નિર્માણ દસોલ્ટ એવિએશને કર્યું છે. રાફેલને વિશ્વ સ્તરે સર્વાધિક ક્ષમતા ધરાવતા લડાકૂ વિમાન કહેવામાં આવે છે. ભારત અને ફ્રાંસે 36 વિમાનોની ખરીદી માટે 10મી એપ્રિલ, 2015ના રોજ પેરિસમાં આશરે 58 હજાર કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. 2019 સુધીમાં ભારતને આ વિમાન પૂરા પાડવામાં આવશે.

  રાફેલ કેસમાં આશ્ચર્યકારક વણાંક ત્યારે આવ્યો જ્યારે ગત મહિને ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેના હવાલેથી કહેવામાં આવ્યું કે, ફ્રાંસને દસોલ્ડ એવિએશન માટે ભારતીય પાર્ટનર પસંદ કરવા માટે કોઈ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો. મોદીએ 10મી એપ્રિલ 2015ના રોજ 36 રાફેલ લડાકૂ વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: