બેંગલુરુ એર શોનો ભાગ નહીં હોય રાફેલ, સપ્ટેમ્બર 2019 સુધી મળશે નવા વિમાન

ફાઇલ તસવીર

વાયુસેનાના ઉપપ્રમુખ એર માર્શલ આરકે, સિંહ ભદોરિયાએ રવિવારે કહ્યું હતું કે, વિવાદાસ્પદ રાફેલ ફાઇટર જેટ્સ ફેબ્રુઆરીમાં થનારા બેંગલુરુએર શોમાં ઉડાન ભરવા માટે હજી તૈયાર નથી.

 • Share this:
  વાયુસેનાના ઉપપ્રમુખ એર માર્શલ આરકે, સિંહ ભદોરિયાએ રવિવારે કહ્યું હતું કે, વિવાદાસ્પદ રાફેલ ફાઇટર જેટ્સ ફેબ્રુઆરીમાં થનારા બેંગલુરુએર શોમાં ઉડાન ભરવા માટે હજી તૈયાર નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, "ભારત માટે નવા રાફેલ ફેબ્રુઆરી સુધીમાં તૈયાર નહીં થાય. અમે આશા રાખીએ છીએ કે 20થી 24 ફેબ્રુઆરી 2019 દરમિયાન થનારા એર ઇન્ડિયા શોમાં કેટલાક રાફેલ ઉડાન ભરશે."

  ફ્રાન્સીસી એયરરોસ્પેસ મેજર (ડેસોલ્ટ એવિએશન) સપ્ટેમ્બર 2019માં ભારતીય વાયુસેનાને ઉડાનની હાલતમાં 36 રાફેલ વિમાન આપવા તૈયાર છે. વાયુસેનાના 5 દિવસીય દ્વિવાર્ષિક કાર્યક્રમની 12મો સંસ્કરણ શહેરના ઉત્તરીય ક્ષેત્ર ભારતીય વાયુસેનાના યેહલંકા બેસ ઉપર આયોજન કરવામાં આવશે.

  ભદોરિયાએ કહ્યું કે, "અમને આશા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. જ્યારે રક્ષામંત્રી સાથે આ અંગે ફોન ઉપર વાતચીત થશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) આ શોમાં આયોજિત કરવા માટે પ્રમુખ ભૂમિકા નિભાવશે. અનેક વર્ષોથી એચએએલ જ આ આયોજનની મેજબાની કરી રહ્યું છે. "

  ચૌથી પેઢીનું ફાઇટર વિમાન રાફેલ, રશિયા દ્વારા નિર્મિત મિગ -21ને પ્રતિસ્થાપિત કરવાનું કામ કરશે. જેના કારણે વાયુસેના તેને પોતાના ખેમામાંથી બહાર કરી રહ્યા છે. એરપોર્ટ ઉપર રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પ્રેસ કોન્ફરન્સમં વાયુ સેનાના ડિપ્ટુટી ચીફ એર માર્શલ આર કે સિંહ હાજર હતા. આ દરમિયાન એચએએલની અનુપસ્થિતિમાં રાફેલ સોદાને ખતમ કરવા સંબંધી પ્રશ્ન પૂછવામાં આવતા સીતારમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ ફ્રાન્સ ઓલાંદે 10 એપ્રિલ 2015માં ફાઇટર વિમાન સહિત દરેક મુદ્દાઓ ઉપર સંયુક્ત સંબોધિત કર્યા હતા.

  રક્ષામંત્રીએ કહ્યું હતું કે, "અમારો કરાર એ યુપીએ સરકાર દ્વાર કરવામાં આવેલા કરારથી ખુબ જ સારો સોદો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન અને ચીનની તાકાતને સમજતા રાફેલ સૌદાને તત્કાલ સંપર્ક કર્યો હતો. 42થી 33 નબળી ટુકડીઓની સાથે અમે સક્ષમ 36 રાફેલ વિમાન પ્રાપ્ત કરાવીશું. જેની તાત્કાલિક જરૂર હતી. જેના કરાણે અમે આર કરાર કર્યો હતો. કોંગ્રેસ નિરાશ છે. સત્તા મેળવવા માટે આ મુદ્દો ઉઠાવી રહી છે."
  Published by:ankit patel
  First published: