Home /News /india /ભીખ માંગી રહેલ વૃદ્ધ નીકળ્યો કરોડોનો માલિક, આધારકાર્ડથી ખુલ્યો ભેદ

ભીખ માંગી રહેલ વૃદ્ધ નીકળ્યો કરોડોનો માલિક, આધારકાર્ડથી ખુલ્યો ભેદ

આધાર કાર્ડને બેંક અને મોબાઈલ સાથે લિંક કરવામાં ઉત્તરપ્રદેશના રાયબરેલીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેનાથી આ લિંક કરાવવાનું મહત્વ સામે આવે છે. આ ઘટના રાયબરેલીના સ્વામી સૂર્ય પ્રબોધ પરમહંસ ઈન્ટર કોલેજ અનગપુરમની છે. જ્યાં 13 ડિસેમ્બરના રોજ ભિખારીના વેશમાં એક વૃદ્ધ પહોંચ્યા હતા જે કેટલાય દિવસોથી ભુખ્યા લાગતા હતાં.

સ્કૂલના સંસ્થાપક સ્વામી ભાસ્કર સ્વરૂપજી મહારાજે વૃદ્ધને પોતાની પાસે બોલાવ્યો. વૃદ્ધે ઈશારાઓમાં પોતે ભુખ્યો છે તેમ કહ્યું. જેના પછી સ્વામીજીએ તેમને ભોજન કરાવ્યું. જેના પછી તેમના વાળ પણ કપાવ્યાં. જ્યારે તેના ગંદા કપડા ધોવા માટે આપ્યાં ત્યારે તેની પાસેથી આધાર કાર્ડ, એફડી અને તિજોરીની ચાવી પણ મળી.

તે એફડીની કિંમત જોઈને બધાના હોશ ઉડી ગયા. એફડીની કિંમત હતી એક કરોડ છ લાખ 92 હજાર રૂપિયા. જેના પછી આધાર કાર્ડ પર તેનું સરનામાની ખબર પડી તો તેની ઓળખ મુથૈયા નાદર, નિવાસી 240 બી નોર્થ નેરૂ તિઘીયૂર પૂકૂલી થિરુનવનાવલી તમિલનાડુ 627152 મળ્યું.



આધાર પર લખેલ ફોન નંબર પર તેના પરિવારજનો સાથે સંપર્ક કરી અને મુથૈયા અહીંયા છે તેવી જાણકારી આપી. આ જાણકારી મળતાની સાથે જ પરિવારવાળા રાયબરેલી પહોંચ્યા અને પ્લેનમાં પાછા લઈ ગયા. પરિવારે કહ્યું કે તે લોકો જુલાઈમાં તીર્થ યાત્રામાં ગયા હતાં અને મુથૈયા રસ્તામાં ગુમ થઈ ગયા હતાં. ત્યારથી પરિવાર તેમને શોધી રહ્યાં હતાં. પરિજનોએ વૃદ્ધ સાથે મેળાપ કરાવવા બદલ સ્વામીજીનો આભાર માન્યો.
First published:

Tags: Aadhar card

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन