Home /News /india /

પંજાબમાં ટ્રેન દુર્ઘટના : ઘટના થતા જ કેમ નિકળી ગઈ સિદ્ધુની પત્ની નવજોત કૌર?

પંજાબમાં ટ્રેન દુર્ઘટના : ઘટના થતા જ કેમ નિકળી ગઈ સિદ્ધુની પત્ની નવજોત કૌર?

પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે એક મોટી ટ્રેન દુર્ઘટના બની

પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. અહીં રાવણ દહન જોઈ રહેલા 100થી વધુ લોકો ટ્રેનની અડફેટે આવ્યા

    પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. અહીં રાવણ દહન જોઈ રહેલા 100થી વધુ લોકો ટ્રેનની અડફેટે આવ્યા હતા. જેમા 50થી વધારે લોકોના મોત થયા છે.

    સ્થાનિક લોકોના મતે અમૃતસરના ચૌડા બજારમાં દશેરા પર રાવણ દહનનો કાર્યક્રમ મનાવવામાં આવી રહ્યો હતો. લોકો ટ્રેનના પાટા પર ઉભા રહીને રાવણ દહન જોઈ રહ્યા હતા. આ કાર્યક્રમમાં પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુ પણ હાજર હતી. નજરે જોનાર લોકોએ કહ્યું હતું કે રાવણ દહન જોઈ રહેલા લોકોને ટ્રેન અટફેટે લીધા ત્યારે નવજોત કૌર પોતાની કારમાં બેસીને ચાલી ગઈ હતી.

    નજરે જોનારે કહ્યું હતું કે પ્રશાસન અને દશેરા કમિટીના આ ભૂલ છે. ટ્રેન અહીં પસાર થાય તે દરમિયાન અહીં એલાર્મ આપવાની જરૂર હતી. પ્રશાસને ટ્રેન અટકી જાય અથવા ધીમી થઈ જાય તેવું સુનિશ્ચિત કરવું જોઈતું હતું.



    અમૃતસર ટ્રેન દુર્ઘટના: 50થી વધુના મોતની આશંકા, મૃતકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત

    આ ટ્રેન દુર્ઘટના પર પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે ટ્વિટ કર્યું છે ટ્રેન દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોની મદદ અને બચાવ કાર્ય માટે અમૃતસર જઈ રહ્યો છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારોને 5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને કોઈપણ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં મફત ઇલાજની સુવિધા આપશે. જિલ્લા પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Dussehra, Navjot kaur sidhu, Punjab train accident, Train accident, અમૃતસર, પંજાબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन