'અમે બોર્ડરનાં ગામમાં જ રહીશું,' પંજાબનાં ખેડૂતોને નથી પાક.ની ધમકીનો ડર

News18 Gujarati
Updated: February 27, 2019, 1:01 PM IST
'અમે બોર્ડરનાં ગામમાં જ રહીશું,' પંજાબનાં ખેડૂતોને નથી પાક.ની ધમકીનો ડર
પંજાબનાં ખેડૂતોને નથી પાકિસ્તાનની ધમકીઓનો ડર

પીઓકેમાં થયેલા ભારતીય વાયુ સેનાની એર સ્ટ્રાઇક પછી પંજાબનાં ખેડૂતોમાં પણ જોશ જોવા મળી રહ્યો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: પીઓકેમાં થયેલા ભારતીય વાયુ સેનાની એર સ્ટ્રાઇક પછી પંજાબનાં ખેડૂતોમાં પણ જોશ જોવા મળી રહ્યો છે. પંજાબનાં ગુરદાસપુરમાં પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલા ગામોનાં ખેડૂતો રોજની જેમ જ પોતાના ખેતરમાં કામ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે તેમને પાકિસ્તાનની ધમકીથી કોઇ જ પ્રકારનો ડર નથી.

ખેડૂતોનું કહેવું છે કે, 'આ પહેલા પણ તેઓ સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન પણ પાકિસ્તાનની ધમકીઓ સાભળી છે. આ વખતે પણ તેઓ પોતાનાં દેશ અને દેશનાં જવાનોની સાથે બોર્ડર પર પોતાનાં ગામમાં જ રહેશે. આપણા દેશનાં જવાન આપણી રક્ષામાં છે તો કોઇ જ ડર નથી. પાકિસ્તાન ધમકીઓ આપે છે પરંતુ પાકિસ્તાનની જેટલી આબાદી છે તેટલી તો આપણી પાસે સેના છે.'

નોંધનીય છે કે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પો પર એર સ્ટ્રાઇક કર્યા બાદ દિલ્હી, મુંબઇ સહિત ભારતના 5 શહેરોમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલા રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના ત્રણ શહેરોને સતર્ક રહેવાના મૌખિક નિર્દેશ આપવામાં આવ્યાં છે.
First published: February 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...