અમૃતસર વિસ્ફોટ: CCTVમાં દેખાયા શંકાસ્પદ, માહિતી આપનારને 50 લાખનું ઇનામ

News18 Gujarati
Updated: November 19, 2018, 4:44 PM IST
અમૃતસર વિસ્ફોટ: CCTVમાં દેખાયા શંકાસ્પદ, માહિતી આપનારને 50 લાખનું ઇનામ
સીસીટીવીમાં ઝડપાયેલા શંકાસ્પદો

અમૃતસર નજીકના રાજાસાંસી ગામના ધાર્મિક સ્થળ નિરંકારી ભવનમાં રવિવારે સવારે મોટરસાયકલ પર આવેલા વ્યક્તિઓએ વિસ્ફટકો ફેંક્યા હતા.

  • Share this:
અમૃતસર નજીકના રાજાસાંસી ગામના ધાર્મિક સ્થળ નિરંકારી ભવનમાં રવિવારે સવારે મોટરસાયકલ પર આવેલા વ્યક્તિઓએ વિસ્ફટકો ફેંક્યા હતા. જેમાં પોલીસને મહત્વના સબૂત મળ્યા છે. રાજાસાંસી ગામના ધાર્મિક સ્થળ નિરંકારી ભવનમાં થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં બે શંકાસ્પદ બાઇક સવાર દેખાઇ રહ્યાં છે. સીએમ કેપ્ટન અમરિંદર સિંહે આ શંકાસ્પદો અંગે જાણકારી આપનારને 50 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

સીસીટીવી વિડિયોમાં બે માણસ બાઇક પર દેખાય છે. જેમના ચહેરા પર ઢંકાયેલા છે. તેમાંથી એક વ્યક્તિએ જીંસ-શર્ટ અને બીજા માણસે ઝભ્ભો પાયજામો પહેર્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે બંન્ને બ્લેક પલ્સર બાઇક ચલાવી રહ્યાં છે જેની પર કોઇ નંબર પ્લેટ નથી.

આ પણ વાંચો: અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોના મોત

નોંધનીય છે કે અમૃતસર નજીકના રાજાસાંસી ગામના ધાર્મિક સ્થળ નિરંકારી ભવનમાં રવિવારે સવારે મોટરસાયકલ પર આવેલા વ્યક્તિઓએ વિસ્ફટકો ફેંક્યા હતા. વિસ્ફોટ થયા બાદ આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો..આ ધડાકામાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જ્યારે બીજા 20 લોકો ઘાયલ થયા છે. ધટના સમયે ત્યાં 200થી વધારે લોકો હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચો: ધૂમાડાનાં ગોટેગોટા જોઇ બધા જીવ બચાવવા ભાગ્યા: અમૃતસર હુમલાના સાક્ષીઓ

વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સાથે ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ મહાનિદેશક (આઈજી) સુરેશ અરોડાએ કહ્યું કે આ આતંકી હુમલો છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ દાવો કરવામાં આવ્યો હતો કે જૈશ-એ-મોહમ્મદના છથી સાત આતંકવાદીઓનું એક સમૂહ રાજ્યમાં ખાસ કરીને ફિરોઝપુરમાં હાજર છે. જેમાં ખૂંખાર જાકિર મૂસાનું પણ નામ હતું. આ ખબર પછી પંજાબ હાઇ એલર્ટ પર છે.
First published: November 19, 2018, 11:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading