નવજાત સિંહ સિદ્ધુએ પ્રકાશ સિંહ બાદલના પુત્ર માટે કહ્યું હતું કે સુખબીરે 100 કરોડનો સુખ વિલાસ બનાવ્યો છે. સિદ્ધુ જસ્ટિસ રંજીત સિંહ આયોગના રિપોર્ટ પર બોલી રહ્યો હતો
પંજાબ વિધાનસભામાં બોલતા કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલની સરખામણી જનરલ ડાયર સાથે કરી હતી. સિદ્ધુએ કહ્યું હતું કે બાદલ આજના જનરલ ડાયર છે. બાદલ પિતા-પુત્રના ઇશારા ઉપર બરગાડી અને બહબલ કલામાં ખાલી હાથે રહેલા ગુરુનું નામ જપી રહેલા લોકો પર ગોળીઓ ચલાવી હતી. પોલીસને ફક્ત એમ કહેવામાં આવ્યું હતું કે ઉપરથી આદેશ છે.
નવજાત સિંહ સિદ્ધુએ પ્રકાશ સિંહ બાદલના પુત્ર માટે કહ્યું હતું કે સુખબીરે 100 કરોડનો સુખ વિલાસ બનાવ્યો છે. સિદ્ધુ જસ્ટિસ રંજીત સિંહ આયોગના રિપોર્ટ પર બોલી રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સિદ્ધુ ઘણો વિવાદમાં રહ્યો છે.
કોંગ્રેસ નેતા સિદ્ધુ પાકિસ્તાન જઈને પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયો હતો. આ દરમિયાન સિદ્ધુ પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ બાજવાને ભેટી પડ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર