પંજાબ (Punjab)ના ગુરદાસપુર(Gurdaspur)માં એક ફટાકડાની ફેક્ટરી(Firecracker Factory)માં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 20 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ધમાકાની ખબરની જાણ થતા ફાયરબ્રિગેડની ગાડીઓ અને પોલીસ પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું.
જાણકારી પ્રમાણે ફટાકડાની ફેક્ટરી પંજાબના ગુરદાસપુરના બટાલામાં છે. ફટાકડાની ફેક્ટરીમાં ધમાકો લગભગ સાંજે પાંચ વાગ્યાની આસપાસ થયો હતો. ધમાકો એટલો જોરદાર હતો કે આખી ફટાકડાની ફેક્ટરી જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ધમાકાની ખબર સાંભળી ગુરદાસપુરથી બીજેપી સાંસદ સની દેઓલે દુ:ખ પ્રકટ કર્યું છે. સની દેઓલે ટ્વિટ કરતા લખ્યું હતું કે બટાલાની ફટાકડાની ફેક્ટરીમાં ધમાકાની ખબર સાંભળી દુ:ખ થયું. એનડીઆરએફની ટીમ અને સ્થાનિય પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે.
મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બટાલામાં ધમાકામાં થયેલા મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમે કહ્યું હતું કે ડીસી અને એસએસપીની આગેવાનીમાં રાહત-બચાવ કર્યા જારી છે. બટાલા હોસ્પિટલનો એક હેલ્પ લાઇન નંબર - 01871240144 જાહેર કરવામાં આવ્યો છે.
અકાલી દલના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી બિક્રમ સિંહ મજેઠીયાએ બટાલા ફેક્ટરી મામલામાં દોષિતો સામે કાર્યવાહીની માંગણી કરતા સરકાર પર પ્રહાર કર્યા છે. મજેઠીયાએ કહ્યું હતું કે મારો પંજાબ સરકારને સવાલ છે કે વસ્તીવાળા ક્ષેત્રમાં આવી ફટાકડાની ફેક્ટરી કેવી રીતે ચાલતી હતી. શું DCને આવી ફેક્ટરીની જાણ ન હતી? આવું ગેરકાયદેસર કામ અફસરોની સાંઠગાંઠથી ચાલી રહ્યું હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર